(Source: ECI/ABP News/ABP Majha)
Banaskantha: કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકશાન, ખેડૂતોએ જાણો શું કરી માંગ ?
બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાન થવા પામ્યું છે.
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાન થવા પામ્યું છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગતરાત્રિએ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. મહત્વની વાત એ છે કે સતત એક મહિનામાં ત્રીજીવાર વીજળીના કડાકા-ભડાકા સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ થવાના કારણે પાલનપુર નજીક આવેલ ગણેશપુરા વિસ્તારના ખેડૂતના ખેતરોમાં ઉભેલા બાજરી તેમજ મગફળીના પાકનું વાવેતર કરેલું હતું જે પાક તૈયાર થઈ ગયો હતો તે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતના મોંઢામાં આવવાનો કોળિયો છીનવાતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. જો કે અત્યારે તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સામે આવી છે. હાલ તો જે ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ખેડૂતે કહ્યું કે સતત કમોસમી વરસાદ થવાના કારણે ખેતરમાં 14 જેટલા વીઘામાં પાકનું વાવેતર કર્યું હતું જે પાકનું ખૂબ જ બગાડ થયો છે તો અમને સરકાર સહાય આપે તેવી માંગ છે.
અચાનક આવેલા કમોસમી વરસાદ થવાના કારણે અમારા પાકમાં ભારે નુકશાન થયું છે. તાત્કાલિક સર્વે કરી સહાય આપવામા આવે તેવી માંગ છે.
Cyclone Biporjoy: કેટલો કહેર વરસાવશે ચક્રવાત 'બિપરજૉય'? ક્યાં ક્યાં થશે અસર?
દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ પોરબંદર ખાતે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ તોફાનને 'બિપરજોય' નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, સવારે 8.30 વાગ્યે લો પ્રેશર વિસ્તાર દક્ષિણ-પશ્ચિમ ગોવાથી લગભગ 950 કિમી, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1,100 કિમી, દક્ષિણ પોરબંદરથી 1,190 કિમી અને પાકિસ્તાનના દક્ષિણ કરાચીથી 1,490 કિમી દૂર હતું. આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
ચક્રવાત ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન ગુરુવાર (8 જૂન) સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને શુક્રવાર (9 જૂન) સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ખતરાને જોતા દરિયામાં ગયેલા માછીમારોને દરિયા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
કેરળમાં ચોમાસું ક્યારે શરૂ થશે?
IMDએ સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણના વિસ્તારની રચના અને આગામી બે દિવસમાં તીવ્ર બનવાને કારણે, ચક્રવાતી પવનો કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ સ્પષ્ટ કરવામાં આવી નથી. જ્યારે, 'સ્કાયમેટ વેધર'એ જણાવ્યું કે ચોમાસું 8 કે 9 તારીખે કેરળમાં દસ્તક આપી શકે છે પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.