Mahisagar: વરસાદ ખેંચાતા 1 લાખ હેક્ટર વિસ્તારનો પાક નિષ્ફળ જવાની ભીતિ, ખેડુતોએ કહ્યું,... તો માથે ઓઢીને રોવાનો વારો આવશે
મહીસાગર: જિલ્લામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મહીસાગર જિલ્લામાં વરસાદની વિરામ લંબાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.
મહીસાગર: જિલ્લામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મહીસાગર જિલ્લામાં વરસાદની વિરામ લંબાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. મહીસાગર જિલ્લામાં અંદાજિત એક લાખ દસ હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મકાઈ, ડાંગર, સોયાબીન, કપાસ, જુવાર સહિતના ઘાસચારાના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ મોંઘુ બિયારણ લાવી અને વાવેતર કર્યું સારો વરસાદ વરસતા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું પરંતુ હવે મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ચાતક નજરે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામના મહીસાગર જિલ્લામાં શરૂઆતમાં વરસાદ સારો થયો પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો અને હવે વરસાદ વરસવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ લાવી અને જે વાવેતર કરવામાં આવ્યું હતું. તેમાં સોયાબીન જુવાર ડાંગર સહિતના જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું હવે આ પાક સુકાઈ રહ્યો છે જેને લઇને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હજી બે દિવસ વરસાદ ન પડે તો ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સિવાય રહી છે જેને લઈ અને ખેડૂતો ચિંતિત બન્યા છે.
મહીસાગર જિલ્લામાં આવેલ મહત્વના બે ડેમ કડાણા અને ભાદર આ બંને ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે ત્યારે ભાદર ડેમએ તળિયા જાટક સ્થિતિમાં છે. કારણ કે તેમાં માત્ર ૧૭ ટકા પાણી છે તો કડાણા ડેમમાં પણ ૪૨ ટકા પાણી છે જેને લઇ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જે ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે તે ખેડૂતોના માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂત બળાપો કાઢી રહ્યા છે કે જે ખેડૂતો પાસે સિંચાઈની વ્યવસ્થા છે તે ખેડૂતો તો તેમનો પાક બચાવી શકશે પરંતુ અમારી સ્થિતિ શું થશે? અમે તો માત્ર ભગવાન ઉપર આધાર રાખીને બેઠા છીએ ત્યારે મહીસાગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભગવાન ભરોશે જોવા મળી રહ્યા છે.
મહીસાગર જિલ્લામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો અને હવે વરસાદ ખેંચાયો છે જેને લઇ અને અમારી સ્થિતિ ખુબ કફોડી બની છે. મોંઘા બિયારણો લાવી અને વાવેતર કર્યું હતું પરંતુ હવે વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યો છે હજી વરસાદ નહીં વરસે તો વ્યાપક પ્રમાણમાં નુકસાન જશે અને પાક નષ્ટ થાય તો પશુઓને પણ શું ખવડાવવું તે એક પ્રશ્ન બની રહ્યો છે ત્યારે ભગવાન અમારી સામે જુએ અને વરસાદ વરસે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને જો નુકસાન જાય તો તેને લઈને સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે.