શોધખોળ કરો
Farmers Protest: આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસ તમામ જિલ્લામાં કરશે પ્રદર્શન, જાણો વિગત
આજે દિલ્હીમાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે થયેલી મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો નહોતો અને હવે 5 ડિસેમ્બરે ફરીથી વાટાઘાટો થશે.
![Farmers Protest: આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસ તમામ જિલ્લામાં કરશે પ્રદર્શન, જાણો વિગત Farmers protest: Gujarat congress to protest in support for famers tomorrow at all districts of state Farmers Protest: આવતીકાલે ગુજરાતમાં કોંગ્રેસ તમામ જિલ્લામાં કરશે પ્રદર્શન, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/04025239/farmers-protest.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ કૃષિ કાયદા વિરુદ્ધ દેશમાં ખેડૂતોનું આંદોલન સતત વેગીલું બની રહ્યું છે. દિલ્હીની સરહદો પર છેલ્લાં એક સપ્તાહથી ડેરો જમાવીને બેઠેલા ખેડૂતો હજુ પણ અડગ છે. આજે દિલ્હીમાં ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે થયેલી મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો નહોતો અને હવે 5 ડિસેમ્બરે ફરીથી વાટાઘાટો થશે. ખેડૂતોના વિરોધમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આવતીકાલે તમામ જિલ્લામાં ખેડૂતોના સમર્થનમાં હલ્લાબોલ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ભાજપ સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદા વિરુદ્ધ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હલ્લાબોલ.4 ડિસેમ્બર શુક્રવારના રોજ જગતના તાત ખેડૂતોને ખત્મ કરવા ભાજપ સરકારે પસાર કરેલા કાળા કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવવા સૌ ખેડૂતો જોડાય.
આજે ખેડૂત નેતાઓ સાથે વાતચીત બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દર્ સિંહ તોમરે કહ્યું- બે ત્રણ મુદ્દા પર ખેડૂતોને ચિંતા છે. સરકાર ખુલ્લા મને ચર્ચા કરી રહી છે. આજે ખેડૂતો સાથે સારા માહોલમાં વાતચીત થઈ. ખેડૂતોની ચિંતા નવા એપીએમસી એક્ટથી છે. એપીએમસી સશક્ત બને અને તેનો ઉપયોગ વધે તેના પર પર ભારત સરકાર વિચાર કરશે.
તેમણે એમ પણ કહ્યું, આજે બેઠકનો ચોથો તબક્કો પૂરો થયો છે. 5 ડિસેમ્બરે બપોરે 2 વાગે યૂનિયન સાથે સરકાર મુલાકાત કરશે અને તે બાદ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચીશું.
અમદાવાદમાં કોરોનાનો હાહાકાર, ડિસેમ્બરના ત્રણ જ દિવસમાં નોંધાયા 927 કેસ અને 27 લોકોના થયા મોત
ભાજપ નેતા કાંતિ ગામિત, પીઆઈ સહિત ચાર લોકોના કેટલા દિવસના રિમાંડ થયા મંજૂર ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)