Aravalli: ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં શરુ થશે FM સ્ટેશન, PM મોદી 28 એપ્રિલે કરાવશે વર્ચ્યુઅલી શુભારંભ
Aravalli News: અરવલ્લી જિલ્લામાં FM સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ FM સ્ટેશનનો 28 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે. દેશમાં નવા 91 FM ટ્રાન્સમીટર્સ શરૂ થશે.
Aravalli News: અરવલ્લી જિલ્લામાં FM સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ FM સ્ટેશનનો 28 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે. દેશમાં નવા 91 FM ટ્રાન્સમીટર્સ શરૂ થશે. જે પૈકી ગુજરાતમાં 10 માંથી 1 FM સ્ટેશન અરવલ્લી જિલ્લાને ફાળવાયું છે. હવે અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ FMનો આનંદ માણી શકશે. મોડાસાના શહેરવાસીઓ 100.1 MHZ પર FM સાંભળી શકશે. મોડાસા ખાતે આકાશવાણી રિલે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 5 DySPની તાત્કાલિક અસરથી બદલી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં રહેલા 6 ડીવાયએસપીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં નવા 6 ડીવાયએસપીને મૂકવામાં આવશે. હથિયારધારી 6 ડીવાયએસપીને મુખ્યમંત્રીની સુરક્ષામાં રખાશે. બદલાયેલા ડીવાયએસપીને હાલ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. આવનારા દિવસોમાં SRPFના અલગ અલગ ગ્રુપમાં પોસ્ટિંગ અપાઈ શકે છે.
આ 5 હથિયારી DYSPની સીએમની સુરક્ષામાં નિમણૂંક
- કુલદીપ એમ શર્મા
- ડી.વી. પટેલ
- પી.ડી. વાઘેલા
- એચ.વી. ચૌધરી
- આર.એલ. બારડ
આધેડના મોતના મામલે સાંસદ મનસુખ વસાવાની ચીમકી બાદ તંત્ર જાગ્યું
મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવરલોડ રેતી ભરીને જતા 10થી વધુ ડંપરોને ડિટેઈન કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે. બેફામ દોડતા ડંપર ચાલકો સામે કાર્યવાહીની મનસુખ વસાવાએ માંગણી કરી હતી. કાર્યવાહી ન થાય તો ગુરુવારે ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરે ઠોકર મારતા આધેડનુ મૃત્યુ થયું છે, આ ઘટનાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. જો આ મામલે કોઇ પગલા નહી લેવાઇ તો ધરણા પર બેસવા ચીમકી ઉચ્ચારી હતી. નોંધનિય છે કે, વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પર એક આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતોય મૃતક ભાણીના લગ્નની કંકોત્રી આપવા જતાં હતા. આ સમય દરિમાન નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલુ ડમ્પરે આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ નારેશ્વર રોડ પર થયેલાં આ અકસ્માત બાદ અહીંના સાંસદ મનસુખ વસાવાએ ઘટનાના પગલે રોષ વ્યક્ત કર્યો હતો અને તાબડતોબ ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.