Lok Sabha Election 2024: ભાજપની બીજી યાદી જાહેર, ગુજરાતની અન્ય 7 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
Lok Sabha Election 2024:લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આજે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાત લોકસભાની બાકી રહેલ 7 બેઠક માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. હજુ ચાર બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે. ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે. આજે ભાજપે કુલ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે., જેમાં ગુજરાતની 7 બેઠકના નામ પણ જાહેર થયા છે.ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારોના નામનો જાહેરાત કરી દીધી છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.
ભાજપની બીજી યાદી જાહેર
- સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ટિકિટ
- અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ
- ભાવનગરથી ભાજપ નિમુબેન બાંભણિયા
- વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી
- સુરતથી મુકેશ દલાલને ટિકિટ
- છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ
- વલસાડથી ધવલ પટેલને ભાજપે આપી ટિકિટ
ઉલ્લેખનિય છે કે,સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે.અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે.
પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી (વારાણસી), અમિત શાહ (ગાંધીનગર) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (લખનૌ)ના નામ પણ સામેલ હતા.આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ હતા જ્યારે ત્રણ મંત્રીઓની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. પાર્ટીની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ અને 47 યુવાનોનો સમાવેશ થાય છે, જ્યારે 27 ઉમેદવારો અનુસૂચિત જાતિના, 18 અનુસૂચિત જનજાતિના અને 57 અન્ય પછાત વર્ગના છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાત અને રાજસ્થાનની 15-15 બેઠકો, કેરળ અને તેલંગાણાની 12-12 બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ અને આસામની 11-11 બેઠકો અને પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. દિલ્હી. બેઠક સહિત અન્ય કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની સોમવારે (11 માર્ચ) બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. બીજેપીએ બીજી યાદીમાં 10 રાજ્યોની 72 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.
ભાજપે કુલ 72 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી
ગુજરાત-7
દિલ્હી-2
હરિયાણા-6
હિમાચલ પ્રદેશ-2
કર્ણાટક-20
MP-5
ઉત્તરાખંડ-2
મહારાષ્ટ્ર-20
તેલંગાણા- 06
ત્રિપુરા-1