Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ જાહેર કર્યું

Gujarat Rain Forecast:આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. કચ્છ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ, તો ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ અને ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું (rain) આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. . મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ (heavy Rain) વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની (heavy Rain) આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે (heavy Rain વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિને જાતો રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલા જિલ્લામાં બારમેઘ ખાંગાની સ્થિતિ છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે પરંતુ આ સિવાયના ગુજરાતના વિસ્તારમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર, મધ્ય ગુજરાતમાં ખેડૂતો સહિત લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ 26 જુલાઇ સુધી વરસાદ વરસે તેવું અનુમાન છે.
અમદાવાદ શહેરની અને આસપાસના જિલ્લાના વાત કરીએ તો અહીં નહિવત વરસાદ વરસ્યો છે.અત્યાર સુધીમાં વરસેલા સરેરાશ વરસાદમાં અમદાવાદ શહેરનો રાજ્યના તાલુકાઓમાં 125મો ક્રમ છે. 36 તાલુકામાં અમદાવાદની સરખામણીએ બે ગણો, તો 23 તાલુકામાં ચાર ગણો વરસાદ વરસ્યો છે. ગયા વર્ષે જુલાઈ સુધીમાં વરસેલા 24 ઈંચ વરસાદની તુલનાએ આ વર્ષે અમદાવાદમાં જુલાઈ સુધીમાં માત્ર 10.32 ઈંચ વરસાદ જ વરસ્યો છે. વર્ષ 2023ની સરખામણીએ આ વર્ષે અમદાવાદમાં વરસ્યો 57 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના જળાશયોની વાત કરીએ તો સારા વરસાદને પગલે રાજ્યના 60 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને 34 જળાશયો વોર્નિંગ પર છે. તો 13 જળાશયો હાઈએલર્ટ પર છે. રાજ્યના કુલ 207 જળાશયો પૈકી 31 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 28 જ્યારે કચ્છના ત્રણ જળાશયો ઓવરફ્લો થયા છે. સરદાર સરોવર ડેમમાં હાલ 54.99 ટકા જળસંગ્રહ છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 44.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 66.13 અને કચ્છમાં વરસ્યો 58.40 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 50.16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં 24.90 અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો વરસ્યો 24.02 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદના પગલે ખંભાળિયામાં મકાન ધરાશાયી થતા બેના મોત નિપજ્યા છે. .. ધોધમાર વરસાદને પગલે ગગવાણી ફળિયા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા છે. મુશળધાર વરસાદથી પૂરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યુ હતુ. અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને વિકાસ સહાય પણ આ નીરિક્ષણ સમયે સાથે રહ્યાં હતા.
ભારે વરસાદની વચ્ચે કચ્છની જનતાએ માનવતાનો ધોધ વહાવ્યો છે. ધોધમાર વરસાદથી બંધ રસ્તાથી અટવાયેલા વાહન ચાલકો માટે સ્થાનિકોએ ભોજન-પાણીની વ્યવસ્થા કરી હતી. ભારે વરસાદને પગલે સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ રજા જાહેર કરાઈ છે. સ્થાનિક પ્રશાસને જિલ્લાની તમામ આંગણવાડી, આઈટીઆઈ, સ્કૂલોમાં રજા જાહેર કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
