શોધખોળ કરો
Advertisement
નવા વર્ષે જ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા જિલ્લામાં પડશે વરસાદ
રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે.
નવું વર્ષ રાજ્ય માટે ઠંડીના ચમકારા સાથે કમોસમી વરસાદ લઈને આવશે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તરપૂર્વિય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસને કારણે કમોસમી વરસાદ વરસશે. તો આગામી 5 દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ઉપરાંત પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. જોકે 48 કલાક બાદ કડકડતી ઠંડીમાં લોકોને થોડી રાહત મળે તેવી સંભાવના છે.
આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.
આ સિવાય પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે.
આઇએમડીએ તેના દૈનિક બુલેટિનમાં કહ્યું, "3 થી 5 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડું અથવા વરસાદ પડશે." વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીથી નીચલા સ્તરના ઈસ્ટરની અસરને લીધે ભારે વરસાદ કરશે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે 3 જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલય પ્રદેશ અને તેની આસપાસના મેદાનોને અસર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement