Gujarat Rain: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
![Gujarat Rain: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ? Forecast of unseasonal rain in Saurashtra North and South Gujarat Gujarat Rain: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/10/de96e9a7c89343a405ab2e88804768fb168899237717378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પર ફરી એક વખત માવઠાનું સંકટ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 અને 2 માર્ચના કમોસમી વરસાદ વરસશે.
કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન
1 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડશે. 2 માર્ચના ગીર સોમનાથ, વલસાડ અને નવસારી જિલ્લામાં માવઠું પડશે. આજે કેશોદ સૌથી ઠંડુંગાર રહ્યું છે. કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ભૂજ, ડીસા અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે 45થી 55 પ્રતિકલાક સ્પીડ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા
પહેલા ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. જે બાદ ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. ચોથા દિવસે એટલે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે.
દરિયાકાંઠે પવનની ગતી 45થી 55 પ્રતિકલાક રહેશે
હવામાન વિભાગે હાલ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો બદલાવ આવશે નહીં તેમ પણ જણાવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20.2 અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરિયાકાંઠે પવનની ગતી 45થી 55 પ્રતિકલાક રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે પહેલી અને બીજી માર્ચના રોજ વરસાદ વરસશે.
હવામાન વિભાગે 1 માર્ચથી 3 માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમજ 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહીસાગર જેવા જિલ્લાઓમાં માવઠું થાય તેવી સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે.
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)