શોધખોળ કરો

Kutch: પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ, જાણો શું છે મામલો

કચ્છ: પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. 

કચ્છ: પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માની ફરી ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે.  વધારાની જમીનનો કંપનીને ફાયદો પહોંચાડાયાની ફરિયાદ હોવાની વાત સીઆઇડી ક્રાઇમે કરી છે.  સમગ્ર મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા,પૂર્વ નાયબ કલેકટર ફ્રાંસીશ સુવેરા તેમજ પૂર્વ નગર નિયોજક નટુભાઈ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અન્ય બે આરોપીની ધરપકડ કરાશે તેવી માહિતી  સીઆઇડી ક્રાઇમે આપી છે. વધુ તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે પૂર્વ કલેકટર પ્રદીપ શર્માને રજૂ કરાશે.

 અમદાવાદમાં BMW કાર વડે દંપત્તિને અડફેટે લેનાર સત્યમ શર્માની રાજસ્થાનથી અટકાયત

Hit and run: અમદાવાદમાં થયેલા BMW  હિટ એન્ડ રન કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.  BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમ શર્માની અટકાયત કરી છે. આરોપી સત્યમ શર્મા ગુજરાતને અડીને આવેલ રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુંગરપુરની એક હોટલ આરોપીને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદમાં હિટ એન્ડ રનનો ભોગ બનેલ દંપત્તિ પહેલીવાર મીડિયા સામે કર્યો મોટો ખુલાસો

અમદાવાદના એસજી હાઇવે પર થયેલા હિટ એન્ડ રનની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ પતિ પત્ની પ્રથમ વાર મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી છે. abp asmita સાથે ખાસ વાત કરતા ઈજાગ્રસ્ત અમિતભાઈ અને તેમના પત્ની મેઘા બેને પોતાની નજર સમક્ષ બનેલ ઘટના વર્ણવી અને અકસ્માત બાદ તેઓ કઈ રીતે પરેશાન થઈ રહ્યા તે પણ કહ્યું. 

આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

ઈજાગ્રસ્ત દંપતીનું કહેવું છે કે આ કિસ્સામાં ખવડાવી પીવડાવીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમને આશા નથી કે તમને ન્યાય મળશે પરંતુ તેમની માંગ છે કે આ મામલે ઉદાહરણ સાબિત થાય તે મુજબની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને લોકો ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે. ઇજાગ્રસ્ત મેઘાબેનનું કહેવું છે કે ડાબા પગની ઘૂંટણનો નીચેનો બોલ ખસી જવાના કારણે તેમને ખાટલો ભોગવાનો વારો આવ્યો છે એટલે કે ત્રણ મહિના સુધી તેમને બેડરેસ્ટ કરવો પડશે. તેઓ જ્યારે દીકરા માટે પિચકારી લેવા નીકળ્યા તે સમયે એક કાર ડિવાઈડર તોડી અને તેમની પાસે ઘસી આવી જેના કારણે તેઓ છ ફૂટ સુધી ફેકાઈ ગયા, જ્યારે તેમના પતિને જમણા પગે એંકલમાં ફ્રેક્ચર આવવાથી આરામ કરવાની ફરજ પડી રહી છે. 

બાળકો નાના છે, તેમને સંભાળવાની ઉપરાંત ઘર કામ કેવી રીતે કરશે તે મોટો સવાલ ઉભો થયો છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પતિ પણ ઈજાગ્રસ્ત થયા છે જેના કારણે ધંધા વેપાર કેવી રીતે થશે એ મોટો સવાલ ઉભો થયો છે. ઇજાગ્રસ્ત મેઘાબેનનો દાવો છે કે ગાડી ફૂલ સ્પીડમાં આવી રહી હતી, એક યુવાન ગાડી ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ તે ફરાર થઈ ગયો લોકો તેને પકડવા પણ દોડ્યા પણ પકડાયો નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget