શોધખોળ કરો

Gujarat Election 2022: ગઢડા કોંગ્રેસમાં ભડકો, અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

Gujarat Election 2022: આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઢડા બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.

Gujarat Election 2022: આજે એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઢડા બેઠક પર કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. ગઢડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છેયા ભાજપમાં જોડાયા છે. ગઢડા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ મોહિત બોરીચા સહિત શહેર સમિતિના અનેક હોદેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં આ તમામ આગેવાનો ભાજપમાં જોડાયા હતા.

ખૂબ મોટી સંખ્યામાં પ્રતાપ છેયાની આગેવાની કાર્યકરો અને આગેવાનો સહિત સરપંચો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળ સાંભળતું ન હોવાના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યા હોવાનું પ્રતાપ છેયાએ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીના આગમન પહેલાં કોંગ્રેસને શું લાગ્યો ફટકો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવગઢ બારીયાના એનસીપી ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે. જેને લઈ દેવગઢ બારીયામાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સોદાબાજી થઈ હોવાના સંકેત છે. કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. પરંતુ હવે એનસીપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોદાબાજી થઈ હોવાની પ્રબળ આશંકા છે. હવે દેવગઢ બારીયામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે.

સુરેન્દ્રનગરમાં શું બોલ્યા પીએમ મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી. જેમાં તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાની સાથે ખેડૂતોને રિઝવવા માટે ઘણી વાતો કરી.

ખેડૂતોને રિઝવવા પીએમ મોદીએ શું કહ્યું

  • એક જમાનામાં યુરિયા પાછળના દરવાજેથી બારોબાર વેચાઇ જતું હતું. યુદ્ધને લીધે યુરિયાની એક થેલી બે હજારમાં લાવીએ છીએ પણ ખેડૂતને યુરિયાની એક થેલી 270મા આપીએ છીએ. નેનો યુરિયા લાવીને ખેડૂતોના ખર્ચાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.
  • કપાસ અને મગફળીના કોઇ દિવસ આટલો ભાવ મળ્યો નથી. આ દેશનો કોઇ પણ એવો નાગરિક નહી હોય જેણે સુરેન્દ્રનગરનું મીઠું ખાધુ ના હોય. અગરીયાઓની ચિંતા ભાજપ સરકારે કરી છે. સોલર પંપથી પણ અગરીયા ભાઇઓને મદદ કરી રહ્યા છીએ.
  • ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.
  • નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. નર્મદા વિરોધીના ખભે હાથ મુકીને પદયાત્રા કરનારને ગુજરાતની જનતા આપશે સજા.
  • સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો છે. હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે, 5 ગણો વધારો કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Embed widget