શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના કયા 19 પોલીસ અધિકારીઓને કેન્દ્રના પોલીસ મેડલથી કરાશે સન્માનિત ? જાણો વિગતે
ગૃહ મંત્રાલય દ્વારા ગેલેટ્રી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે , જેમાં ગુજરાત પોલીસને 19 એવોર્ડથી સન્મા
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના પ્રસંગે આપવામાં આવતા ગેલેટ્રી એવોર્ડ્સ એટલે કે વીરતા પુરસ્કારોની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગેલેન્ટરી એવોર્ડ્સની યાદીમાં જમ્મુ કાશ્મીર પોલીસ પ્રથમ સ્થાને, બીજા સ્થાને સીઆરપીએફ અને ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશની પોલીસનું નામ છે, ત્યારે ગુજરાત પોલીસને પણ કેન્દ્ર સરકાર દ્વારા 19 એવોર્ડ એનાયત કરવામાં આવશે.
પોલીસ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પોલીસકર્મીઓને સ્વતંત્રતા દિવસના પર્વ પર સન્માનિત કરવામાં આવે છે. ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાશે.
આ અધિકારીઓને સન્માનિત કરાશે
સુભાષચંદ્ર ત્રિવેદી (અમદાવાદના આસિ. કમિશનર), વીરભદ્રસિંહ જાડેજા (વાપી), જિગ્નેશકુમાર ચાવડા (જામનગર), શંકરભાઈ ચૌધરી (ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગાંધીનગર), આશુતોષ પરમાર (એસીબી ગાંધીનગર), લાલસિંહ રાઠોડ (એસઆરપીએફ, સેજપુર), રમેશ ધનખારા (એસઆરપીએફ), પંકજકુમાર સંઘાણી (ગાંધીનગર), સંજય કનોજીયા (ગાંધીનગર), દીપસિંહ પટેલ (સુરત), ભાનુભાઈ ભરવાડ (મહેસાણા), ભારત મુંગારા (જામનગર), સુરેશ નાયર (અમદાવાદ), ધીરજ પરમાર (અમદાવાદ), સુરેશભાઈ પટેલ (સુરત), સુરેશભાઈ વણઝારા (ભરૂચ), રવિન્દ્ર ઘોડે (સુરત).
ગેલેન્ટરી એવોર્ડના લિસ્ટમાં પહેલા નંબર પર જમ્મુ-કાશ્મીર પોલીસ છે. જેને 81 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. બીજા નંબરે 55 મેડલ સાથે સીઆરપીએફ અને ત્રીજા નંબર પર 23 મેડલ ઉત્તર પ્રદેશ પોલીસ છે. ઝારખંડ પોલીસને 24 મેડલ, અસમ પોલીસને 21 મેડલ, કર્ણાટક પોલીસને 18, આંધ્રપ્રદેશ પોલીસને 16 મેડલ અને છત્તીસગઢ પોલીસને 14 મેડલ મળ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion