Lawrence Bishnoi: ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો, 200 કરોડના ડ્રગ્સ કેસમાં સકંજામાં
લૉરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરતી વખતે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ સાથે ચેતક કમાન્ડોનો કાફલો સુરક્ષામા તૈનાત કરાયો હતો
Lawrence Bishnoi: ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઇને પોલીસે નલિયા કોર્ટમાં રજૂ કર્યો છે, લૉરેન્સ બિશ્નોઇ પર 2022ના ડ્રગ્સ કેસમાં પોલીસે કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કર્યો છે. 2022માં જખૌ નજીકથી ઝડપાયેલ 200 કરોડના ડ્રગ્સ કેસ મામલે જેલમાંથી કબ્જો લેવાયો છે. ગુજરાત ATS એ કબ્જો મેળવી લૉરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમા રજૂ કર્યો છે. બપોરે કસ્ટડીની માંગણી સાથે કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો.
લૉરેન્સ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરતી વખતે ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ સાથે ચેતક કમાન્ડોનો કાફલો સુરક્ષામા તૈનાત કરાયો હતો. 15 થી વધુ ગાડીઓના સુરક્ષા કાફલા સાથે પોલીસ મથકે લૉરેન્સ બિશ્નોઇને લવાયો હતો. કચ્છના SP સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOG પણ સુરક્ષામા તૈનાત રહી હતી. ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ પણ કાફલામા સામેલ હતી. અંદાજિત 60 થી વધુ અધિકારી જવાનોનો કાફલો તૈનાત કરાયો હતો. લૉરેન્સ બિશ્નોઇ ડ્રગ્સ કેસમાં પોલીસના સકંજામાં છે.
Lawrence Bishnoi on ABP News: શું પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા લે છે ગેંગસ્ટર્સ? લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો
Lawrence Bishnoi on ABP News: એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'ઓપરેશન દુર્દાન્ત'માં દેશના સૌથી મોટા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી જ ખુલીને વાત કરી હતી. ગેંગસ્ટર બનવાથી લઈને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ઘણા મોટા ખુલાસાઓ કર્યા હતા. જ્યારે લોરેન્સ બિશ્નોઈને પૂછવામાં આવ્યું કે શું પંજાબનું સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગેંગસ્ટરો સાથે જોડાયેલી છે? તો તેણે કહ્યું કે હજી એવું નથી. જેમ બોલિવૂડમાં થાય છે, એવું અહીં નથી થતું. પરંતુ ભવિષ્યમાં થશે તો કોણ કહી શકશે.
શું ગુંડાઓ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પૈસા લે છે?
આ સવાલના જવાબમાં લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, "અમારા એન્ટી ગેંગસ્ટરોએ લઈ લીધા હતા, પરંતુ અમારી ગેંગે ક્યારેય કોઈની પાસેથી પૈસા લીધા નથી." તેમણે કહ્યું, "અમે અત્યાચાર સામે અવાજ ઉઠાવીશું. જે આપણી સાથે છે તેની સાથે કોઈ ખોટું કરે તો તેની પ્રતિક્રિયા આપીશું. હું 9 વર્ષથી જેલમાં છું અને મારી ભૂલોની સજા ભોગવી રહ્યો છું.
ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો: બિશ્નોઈ
સિદ્ધુ મુસેવાલાની હત્યા અંગે લોરેન્સ બિશ્નોઈએ કહ્યું કે, 'ગોલ્ડી બ્રાર મુસેવાલાની હત્યામાં સામેલ હતો. આ હત્યા વિશે મને પહેલેથી જ ખબર હતી, પરંતુ તેમાં મારો કોઈ હાથ નહોતો. મુસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યા હતા. મેં ગોલ્ડીને કહ્યું કે મૂઝવાલા આપણો દુશ્મન છે. હું વિકી મિદુખેડાની હત્યાથી ગુસ્સે હતો અને તે હત્યામાં મૂસેવાલા પણ સામેલ હતો.
મુસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યો હતો
બિશ્નોઈએ કહ્યું, “મૂસેવાલા અમારી વિરોધી ગેંગને મજબૂત કરી રહ્યા હતા. તે તેની સાથે વીડિયો કોલિંગ પર વાત કરતો હતો. મૂસેવાલાના મેનેજરે વિકીની હત્યા પહેલા વિસ્તારની તપાસ કરી હતી અને તેના માણસોને ત્યાં બંદૂક સાથે લઈ ગયા હતા." તેણે કહ્યું, "વિકી એક નેતા હતો. તેને કોઈની સાથે દુશ્મની નહોતી.