‘હું સમાજનો પ્રમુખ છું, અહીં કેમ આવ્યા છો?’ કહીને આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમને લોકોએ ધોઇ નાંખી......
ગીર સોમનાથમાંથી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં ચોરને પકડવા ગયેલી પોલીસની ટીમને માર ખાવાનો વારો આવ્યો છે.
Gir Somnath: ગીર સોમનાથમાં પોલીસ પર આરોપી ભારે પડી રહ્યો છે, ગીર સોમનાથમાંથી એક એવી ઘટના સામે આવી છે, જ્યાં ચોરને પકડવા ગયેલી પોલીસની ટીમને માર ખાવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં ચોરીના આરોપમાં આરોપીની તપાસમાં ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો છે, જેમાં પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટના એવી છે કે, ગીર સોમનાથના વેરાવળમાં એક ચોરની ઘટના ઘટી હતી, આ દરમિયાન પોલીસની ટીમ PCR વાન લઇને વેરાવળમાં આવેલા રેલવે સ્ટેશન રૉડની કોલસાવાડી વિસ્તારમાં આરોપીની તપાસ માટે ગઇ હતી. આ ઝૂંપડપટ્ટી એરિયા છે અને જ્યારે પોલીસ વાન ટુકડી સાથે આ વિસ્તારમાં ચોરની પકડવા માટે પહોંચી તે સમયે આરોપીની PCR વાનના કર્મી સાથે ઝપાઝપી થઇ હતી. આ દરમિયાન આરોપીએ ‘હું સમાજનો પ્રમુખ છું, તમે અહીં કેમ તપાસ માટે આવ્યા છો ?’ કહીને રોફ જમાવ્યો હતો, અને બાદમાં ટોળું પોલીસકર્મી ઉપર તૂટી પડયું હતુ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જનારા પોલીસકર્મીઓને ટોળાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. રામભરોસા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા રાહુલ ઝાલા અને ભાવસી ચૌહાણ પર હુમલો ટોળાએ હુમલો કરી દીધો હતો. આ મારામારીમાં તપાસમાં ગયેલી ટીમના પોલીસ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ કર્મીઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે ૧૪ શખ્સો વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
Gir Somnath: પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈને ગુજરાત આવેલા માછીમારોએ એવો ખુલાસો કર્યો કે, તમારા રૂવાડા ઉભા થઈ જશે
ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે 199 ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં 185 ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.
મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો
કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે.
22 માછીમારો જેલની અંદર બીમાર
આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે
કોડીનારના કોટડા ગામના 18 માછીમારો મુક્ત થઈ માદરે વતન પહોંચ્યા છે હજુ આ ગામના 23 માછીમારો પાક જેલમાં છે. આ ગામના માછીમાર નેતા બાબુભાઇએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તેમના ગામનો માછીમાર પાકિસ્તાનમાં મોતને ભેટ્યો છે એવું જાણવા મળ્યું છે. જેની ડેડ બોડી તત્કાલ ભારત લાવવામાં આવે.