IPL 2022: ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં ગિરનાર રોપ વે, કરી દીધી આ મોટી જાહેરાત
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ જામશે
![IPL 2022: ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં ગિરનાર રોપ વે, કરી દીધી આ મોટી જાહેરાત Girnar Ropeway has made a unique announcement in support of Gujarat Titans. IPL 2022: ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં ગિરનાર રોપ વે, કરી દીધી આ મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/27/ad17f58f0900e3de13d9ef4afaf9636c_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જૂનાગઢઃ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ જામશે. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે આઠ વાગ્યે શરૂ થશે.
પોતાની પ્રથમ સીઝન રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચતા ગુજરાતના ક્રિકેટ ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગિરનાર રોપ વેએ ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં અનોખી જાહેરાત કરી છે.
ગિરનાર રોપ વેએ જાહેરાત કરી છે કે IPLની ફાઈનલ ટીકીટ બતાવનારને ગિરનાર રોપ વેમાં વિના મૂલ્યે સવારી કરાવવામાં આવશે. આ યોજના 30 મેથી એક મહિના સુધી યથાવત રહેશે.
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ
રાજસ્થાન રોયલ્સ એ ક્વોલિફાયર-2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે 29 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટાઇટલ માટે જંગ જામશે. રાજસ્થાન રોયલ્સની ટીમ 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચી છે. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. ક્વોલિફાયર-2માં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં રાજસ્થાને 19મી ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો.
IPL 2022: સિઝનની વચ્ચે જ સાહાએ છોડ્યો ટીમનો સાથ, Whatsapp ગૃપમાંથી પણ નીકળી ગયો બહાર
બદલાઇ જશે અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'નું નામ, કેમ ફિલ્મ મેકર્સે અચાનક લીધો મોટો નિર્ણય, જાણો
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
Qualifier 2: બટલરે સીઝનની ચોથી સદી ફટકારી ઈતિહાસ રચ્યો, કોહલીના આ રેકોર્ડની કરી બરાબરી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)