IPL 2022: સિઝનની વચ્ચે જ સાહાએ છોડ્યો ટીમનો સાથ, Whatsapp ગૃપમાંથી પણ નીકળી ગયો બહાર
આ મામલાને લઇને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ અવિષેક દાલમિયાંએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે રિદ્ધિમાન સાહા આ જરૂરી સમયે બંગાળની ટીમની સાથે હોય
કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ બંગાળ તરફથી રણજી ટ્રૉફી નૉક આઉટ મેચમાં રમવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ વાતની જાણકારી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ તરફથી આપવામાં આવી છે. આની સાથે જ તેનો બંગાળ ટીમની સાથેનો સફળ ખતમ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, બંગાળને 6 જૂને ઝારખંડ વિરુદ્ધ રણજી ટ્રૉફીની ક્વાર્ટર ફાઇનલ મેચ રમવાની છે. હાલમાં રિદ્ધિમાન સાહા આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે.
ક્રિકેટ ઓસેસિઓશન ઓફ બંગાળે જાહેર કર્યુ નિવેદન -
આ મામલાને લઇને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ અવિષેક દાલમિયાંએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે રિદ્ધિમાન સાહા આ જરૂરી સમયે બંગાળની ટીમની સાથે હોય. ટીમ ગૃપ સ્ટેજમાં ટૉપ પર છે અને તેને આ સમયે ટીમની સાથે હોવુ જોઇતુ હતુ. મે ખુદ તેની સાથે વાત કરી અને તેમ છતાં રિદ્ધિમાન સાહાએ બતાવ્યુ કે તે રણજી ટ્રૉફી નૉકઆઉટ મેચ નથી રમવા માંગતો.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં જગ્યા ના મળ્યા બાદ તેને રણજી ટ્રૉફી ગૃપ સ્ટેજની મેચોમાંથી પણ પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ. ત્યારબાદ સીએબીની સંયુક્ત સચિવ દેવબ્રત દાસે ટીમ માટે સાહાની પ્રતિબદ્ધતા અને સમર્પણ પર સવાલો ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે