Gujarat: સરકારી અનાજ વિતરણ કૌભાંડ રોકવા SITની ટીમ એક્શનમાં, જાણો શું આદેશ કરાયો ?
સરકારી અનાજના વિતરણમાં થતા કૌભાંડ રોકવા SITની ટીમ એક્શનમાં છે. 1 લાખ નક્કી રેશનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ 2020થી અત્યાર સુધી સરકારી અનાજ સગેવગે કરવાના થયેલા 83 કેસ રીઓપન કરાયા છે.
ગાંધીનગર: સરકારી અનાજના વિતરણમાં થતા કૌભાંડ રોકવા SITની ટીમ એક્શનમાં છે. 1 લાખ નક્કી રેશનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. આ સાથે જ 2020થી અત્યાર સુધી સરકારી અનાજ સગેવગે કરવાના થયેલા 83 કેસ રીઓપન કરાયા છે. તમામ જિલ્લાના એસપી અને કલેકટરને SITએ ગુનાની તપાસ કરવા SOP મોકલી છે. સરકારી અનાજમાં થતી ચોરી રોકવા SIT રેડ પણ કરશે. જે વિસ્તારમાં SIT રેડ કરશે તે વિસ્તારના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે. સરકારી અનાજની ચોરી કરનાર સામે PBM હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો સરકારી અધિકારીઓની સંડોવણી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી થશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે , ત્યાર બાદ 4 થી 5 મેથી વરસાદ વધુ રહેશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ જીલ્લાના ધોરાજી વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું છે. સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ તલ અને મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે. જેતપુરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.