Banaskantha: દૂધ ભરાવવા જઈ રહેલા દાદા-પૌત્રને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ગામ રામજીયાણી પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોને આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા તેમજ એક બાળકીને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.
બનાસકાંઠા: અમીરગઢ તાલુકાના ગામ રામજીયાણી પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોને આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારતા બે લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા તેમજ એક બાળકીને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખાતે સારવાર માટે ખસેડાઇ હતી.
રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની
આજે વહેલી સવારે અમીરગઢ હાઇવે ઉપર રામજિયાણી પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. રામજિયાણી ગામનાના ભીખાભાઇ માજીરાના ગઇકાલે સાંજે બે બાળકો સાથે દૂધ ભરાવવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન ફૂલ ઝડપે આબુરોડ તરફથી આવતી કારે ટક્કર મારી હતી આ અકસ્માત સમયે તેમની સાથે અન્ય એક બાળકી પણ હતી. હાઇવે રોડની સાઈડમાં ઉભેલા આ દાદા અને પૌત્રને આબુરોડ તરફથી પુર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની તપાસ હાથ ધરી
જેમાં દાદા અને પૌત્ર ટક્કરથી ફંગોળાઈ નીચે પટકાતા જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે એક બાળકીને ઈજાઓ થતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કારચાલકની તપાસ હાથ ધરી થોડા સમયમાં જ ટક્કર મારી ફરાર થયેલા કાર gj 01 WL 4492 ચાલકની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે
જોકે અકસ્માતની ઘટનામાં રામજિયાણી ગામનાં ફતાભાઈ રામજીભાઈ મજીરાના તેમજ 5 વર્ષીય પૌત્ર નું મોત થતાં પરિવારો સહિત પંથકમાં શોક સાથે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં 2 વર્ષની બાળકી સુવિલ સારવાર હેછળ છે. લોકો ન માંગ છે કે નેશનલ હાઇવે ઉપર રાજસ્થાનથી દારૂ પીધેલી હાલતમાં આવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. દારૂ પીને લોકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જી નિર્દોષ લોકોને મારી નાખે છે. ત્યારે આવા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે રાજ્યમાં ચારથી પાંચ અકસ્માત થયા છે. ભરૂચના હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 મહિલા સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.