(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની સ્કૂલોમાં બીજી પરીક્ષા અંગે શિક્ષણ બોર્ડે કરી બહુ મોટી જાહેરાત, જાણો વિગત
શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11 સાયન્સની બીજી પરીક્ષા માટે નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા માળખામાં હેતુલક્ષી પ્રશ્નો પર ભાર મૂકાશે.
ગાંધીનગરઃ કોરોનાના કેસો વધી રહ્યા છે તેને કારણે સ્કૂલો બંધ કરાતાં શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ માટે ધોરણ 9થી ધોરણ 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યાં છે. શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને ધોરણ 11 સાયન્સની બીજી પરીક્ષા માટે નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ નવા માળખામાં હેતુલક્ષી પ્રશ્નો પર ભાર મૂકાશે. આ ઉપરાંત ક્યા પ્રકરણને કેટલો ગુણભાર અપાશ તેની વિગતો પણ બહાર પાડવામાં આવી છે.
બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માળખામાં 15 ગુણના 13 હેતુલક્ષી પ્રશ્નો, 4 ગુણના અતિ ટૂંકા 4 પ્રશ્નો, 17 ગુણના 17 ટૂંકા પ્રશ્નો, 9 ગુણના 3 લાંબા પ્રશ્નો અને 5 ગુણનો એક લાંબો પ્રશ્નનો સમાવેશ કરાયો છે. પ્રશ્નપત્રમાં કુલ 50 ગુણના પ્રશ્નો પૂછાશે. માત્ર આ વર્ષ દરમિયાન જ આ પદ્ધતિથી પરીક્ષા યોજાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9થી ધોરણ 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પૂછવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયના અનુસંધાને બોર્ડ દ્વારા 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના મળી કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં હતાં. હવે વધુ 14 વિષયો સાથે હવે કુલ 40 વિષયોના ફોર્મેટ જાહેર થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ફોર્મેટમાં ધોરણ 9થી ધોરણ 12ની બીજી પરીક્ષા ઇઅંગેસાયન્સના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવ્યાં છે. બોર્ડે નક્કી કરેલ માળખા મુજબ જ સ્કૂલોએ પ્રશ્નપત્ર કાઢવાનું રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી અને તમામ સ્કૂલોને પરિપત્ર મોકલીને આ અંગે જાણ કરવામાં આવી છે. આ પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલી રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10ના 11 વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણદીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં.
Education Loan Information:
Calculate Education Loan EMI