શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Assembly Election 2022: નર્મદામાં AAP પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

નર્મદાના ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

નર્મદાઃ આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ, કૉંગ્રેસ  અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે નર્મદામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદાના ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના એસ.સી સેલના પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ડો.કિરણ વસાવા સહિત 10 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા અને અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ડો.કિરણ વસાવા વર્ષોથી આમ આદમી પાર્ટીનું કામ કરતા હતા પરંતુ પાર્ટીમાં અવગણના થતા આપ પાર્ટી છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

Gujarat Election: આ બેઠક પર બીજેપીમાં ભડકો, સાંસદના ભાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની કરી જાહેરાત

Gujarat Assembly Election 2022: મહેસાણાના ખેરાલુમાં ભાજપના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં ભડકો સામે આવ્યો છે. ઠાકોર સમાજનાં ઉમેદવાર જાહેર ન થતાં નારાજગી જોવા મળી છે. પાટણ ભાજપ સંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ખેરાલુ વિધાનસભા પરથી ભાજપે સરદાર ભાઇ ચોધરીનું નામ જાહેર કરતાની સાથે જ નારાજગી જોવા મળી રહી છે.

ભાજપે વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી. ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે.

કોને મળી ટિકિટ

માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી

ચૂંટણી લડવા આ લોકોના અભરખાં રહ્યા અધૂરા

ખેરાલુથી ચૂંટણી લડવાના જયરાજસિંહ પરમારના અભરખા અધૂરા રહ્યા છે. માણસાથી અમિત ચૌધરીને ટિકિટ મળી નથી. ખેરાલુ બેઠક પર રેખા ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. ખેરાલુ બેઠક પર 2017માં પેટા ચૂંટણીમાં જીતનારા અજમલજી ઠાકોરની પણ ટિકિટ કપાઈ છે.

કોને આપ્યું પ્રતિનિધિત્વ

ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી તો માણસા બેઠક પર પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.

ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન યોજાશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના,  ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની  'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે. સામાન્ય રીતે પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની સામે કોઇ ગુનો નોંધાયો હોય તો તેની વિગત એફિડેવિટમાં દર્શાવવી પડે છે. હવે  સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રત્યેક પક્ષે ગુનાઈત ઉમેદવારની વિગતો-તેને ટિકિટ આપવાનું કારણ માધ્યમો દ્વારા ૩ વખત પ્રકટ કરાવવી પડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનો નિયમ પ્રથમવાર અમલી થયો છે. આ નિયમના ભાગરૃપે ભાજપ દ્વારા30૦ ગુનાઈત ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારો પર અનેક ગુના હોવા છતાં તેઓ લોકપ્રિય છે, પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે, કર્તવ્યનિષ્ઠ છે, ગુનો નહીં ધરાવતા અન્ય દાવેદારો કરતાં તે વધારે સારો વિકલ્પ છે તેવા વિવિધ કારણો આપ્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget