Gujarat Election 2022 Live : દાહેદે નક્કી જ કરી દીધું છે કે, ભાજપની સરકાર બની ગઈ - પીએમ મોદી
Gujarat Election 2022 Updats 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
Background
Gujarat Election 2022 Updats 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે
વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે.
અમિત શાહ 3 સભાને સંબોધશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 3 સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે જસદણમાં, બપોરે 1 વાગ્યે પાટડીમાં અને સાંજે 5 વાગ્યે બારડોલીમાં સભા કરશે તો જેપી નડ્ડા આજે ગઢડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે તો યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ત્રણ ચૂંટણી સભા અને એક રોડ શો યોજશે.
યોગી આદિત્યનાથસભાને ગજવશે
સુરતમાં આજે ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારકામાં દર્શનાર્થે પહોંચશે બાદ વરાછા વિસ્તારમાં ભવ્ય રોડ શો કરશે તો સાંજે 6 વાગ્યે ઉમિયાધામ મંદિરથી નીકળી ને શ્યામધામ સરથાણા ખાતે સુધી રેલી કરશે ...5 કિલોમીટર લાંબી યાત્રા માં હજારો લોકો એકત્રિત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તેઓ રાપરમાં આજે રેલી યોજશે.
હરભજન સિંહ અહીં કરશે સભા
હરભજન સિંહ આજે ગુજરાત પહોંચશે તેઓ આજે બાયડમાં AAPના ઉમેદવાર ચીનુ પટેલ માટે જનસભા ગજવશે, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વ્યારામાં રોડ શો યોજશે. . AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે..
ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી @myogiadityanath જીનો ગુજરાત પ્રવાસ
— BJP Gujarat (@BJP4Gujarat) November 22, 2022
તારીખ: 23 નવેમ્બર, 2022#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે#ભાજપ_આવે_છે pic.twitter.com/es3PtbjWqR
ખાડા કરવા કોંગ્રેસનો સ્વભાવઃ પીએમ મોદી
આ કોંગ્રેસની સંસ્કૃતિ જ છે કે, પોતે તો કરે નહીં ને બીજાને કરવા દે નહીં અને જો કરવા માંડે તો આડા ઉતરે, ખાડા કરે એ કોંગ્રેસનો સ્વભાવ છેઃ વડાપ્રધાન મોદી
આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવીને એક સંદેશ આપ્યોઃ પીએમ મોદી
આજે 75 વર્ષ પછી પણ કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. આ ભારતીય જનતા પાર્ટી છે જેણે પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ અને એમાં પણ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે: PM





















