Gujarat Election 2022 Live : પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે પ્રચાર પડઘમ થયા શાંત
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાનું પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે, ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે થશે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે આ દિગ્ગજો આજે સભાને ગજવશે.
LIVE
Background
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાનું પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે, ત્યારે પહેલા તબક્કાની ચૂંટણી માટે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. આ પહેલા પ્રચાર માટે આ દિગ્ગજો આજે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનિય છે કે, પહેલા તબકકામાં 1 ડિસેમ્બરના 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થશે.
અમિત શાહની આજે 4 સભાને કરશે સંબોઘિત
પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે આજે અમિત શાહ 4 સભાને ગજવશે. આજે તેઓ દાહોદના ઝરી બુર્જગમાં બપોરે 12:30 કલાકે જનસભાને સંબોધિત કરશે તો ઠાસરમાં બપોરે 2 લાગ્યે સભાને સંબોધશે. કપડવંજના કાભાઇના મુવાડામાં 3:30 સભાને સંબોઘિત કરશે. તો સાંજે 8 વાગ્યે અમદાવાદના અમરાઇવાડીમાં જનસભાને સંબોધિત કરશે.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની ભવ્ય જાહેરસભાઓ
— BJP Gujarat (@BJP4Gujarat) November 28, 2022
તારીખ: 29 નવેમ્બર, 2022#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#ભાજપ_આવે_છે pic.twitter.com/JbpAFsEY8R
સ્મૃતિ ઇરાની ગજવશે 2 સભા
ભાવનગર જિલ્લાની સાત અને કચ્છની છ બેઠકો માટે આજે દિગ્ગજો પ્રચાર કરશે. જે.પી. નડ્ડા ભાવનગરમાં રોડ શો યોજશે, તો સ્મૃતિ ઈરાની આજે અમદાવાદમાં 2 સભાને સંબોધિત કરશે. સ્મૃતિ ઇરાની આજે સાંજે 6:30 વાગ્યે એમજી ફાર્મ વેજલપુરમાં જનસભા સંબોધશે. તો રાત્રે 8 વાગ્યે પોસ્ટઓફિસ પાસે ઘી કાંટામાં જનસભાને સંબોધિત કરશે.
પુરૂષોતમ રૂપાલા 3 સભાને કરશે સંબોધિત
પુરૂષોતમ રૂપાલા આજે આજે ઊંઝામાં 3 વાગ્યે સભાને સંબોધિત કરશે તો વસઇને 5:30 વાગ્યે સભા સંબોધશે. અમદાવાદમાં નિકોલમાં સાજે 7:30 વાગ્યે ઝંઝાવાતી પ્રચાર કરશે.
પંજાબના મુખ્યમંત્રીશ્રી @BhagwantMann ના કાર્યક્રમોની રૂપરેખા. pic.twitter.com/I9J9B2S7io
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 28, 2022
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારોએ કર્યો પ્રચાર
અમરેલીના જાફરાબાદમાં અંબરીશ ડેર બાદ હીરાભાઈ સોલંકીએ પ્રચંડ પ્રચાર કર્યો. જાફરાબાદ શહેરમાં હીરાભાઈ સોલંકી સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. હીરાભાઈ સોલંકીના પ્રચારમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો બાઘો અને કોમલ ભાભીના પાત્રો નિભાવતા કલાકારો જોડાયા હતા.
ભાજપ હિન્દુ મુસલમાન.. સ્મશાન કબ્રસ્તાન એવી વાત કરે છે - જગદીશ ઠાકોર
અમે સરકારમાં આવીશું તો 3 લાખ ખેડૂતોનું દેવું માફ કરીશું, 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અવિકસિત વિસ્તારમાં કોંગ્રેસ બનાવશે. 30-30 વખત ભાજપે પેપર ફોડ્યા છે, નક્કી કર્યું છે ભાજપે અહીં બેઠા એમાંથી કોઈને નોકરી નહીં આપે, 10 લાખ નોકરી આપવાનું કોંગ્રેસ જાહેરાત કરે છે, 4 લાખ કોરોનામાં મૃત્યુ પામ્યા છે તેમને આપવામાં આવશે. સરકારી નોકરીમાં કોરોનાથી જે મરી ગયું હોય તેના પરિવારમાંથી સરકારી નોકરી આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ઈન્દિરા રસોઈ યોજના જેમાં 8 રૂપિયામાં ભરપેટ જમવાનું આપશે, આ કોંગ્રેસ વાત કરે છે. ભાજપ હિન્દુ મુસલમાન.. સ્મશાન કબ્રસ્તાન એવી વાત કરે છે. ચૂંટણી કમિશન અહીં હાજર હોય તો સાંભળો અમારી પરમિશન વાળી મિટિંગ છે. અમે બાબા સાહેબ મૂર્તિને ફૂલહાર કરી આવતા હતા તો ભાજપને રેલી આવી રહી હતી. આદિવાસીને આદિવાસી સાથે લડાવાની ષડ્યંત્ર કરે છે ? જગદીશ ઠાકોરે કહ્યું, મોટા સાહેબ ને ટીવીમાં જોજો બોલે એ બતાવે છે ખુરશીઓ ખાલી.. જીભ થોથરાય છે.
મતદારોને રૂપિયાની લાલચનો વીડિયો વાયરલ
ચૂંટણીમાં મતદારોને કેવી રીતે લાલચ અપાય છે તેનો પર્દાફાશ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના દાંતા વિસ્તારોનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં અનેક લોકો લાઇનમાં બેઠા છે તો ભાજપનો ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ રૂપિયાની વહેંચણી કરી રહ્યા છે. દાંતા વિધાનસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે, એટલેકે અહીં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતદાન અગાઉ વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો કોણે બનાવ્યો અને ખરેખર તે કાર્યકર્તાઓ ભાજપના હતા કે નહીં તે કહેવું મુશ્કેલ છે. લાતુ પારઘીના સમર્થકો છે કે નહીં તેની એબીપી અસ્મિતા પુષ્ટિ કરતું નથી.
અમરેલીમાં પરેશ ધાનાણીએ લીધા ભાજપના નેતાઓના આશીર્વાદ
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપ કાર્યાલય પહોચ્યા હતા. જ્યાં તેમણે દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી લીધી હતી. પરેશ ધાનાણી અને તેના નાનાભાઈ શરદ ધાનાણી સાથે ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાઈ ગયો હતો. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપના કાર્યાલયમાંરહેતા અને દિલ થી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ આપે.
જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખનું હૃદય રોગના હુમલાથી નિધન
જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખનું મોડી રાતે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. વીરપુર (જલારામ) ખાતે રહેતા વેલજીભાઈ સરવૈયા ખાંટ સમાજના અગ્રણી નેતા હતાં. તેઓ નશાબંધી અને આબકારી ખાતા તેમજ પછાત નિગમના ડિરેકટર પદે પણ રહી ચૂક્યા છે. ભાજપના ઉમેદવાર જયેશભાઇની ગતરાતે યોજાયેલ સભામાં કરેલું સંબોધન તેનું છેલ્લું સંબોધન બની ગયું. તાલુકા ભાજપના પ્રમુખના અકાળે નિધનથી આજે યોજાવાનો ભાજપનો રોડ શો રદ કરવામાં આવ્યો છે.