Gujarat: કઈ જ્ઞાતિને કેટલું પ્રતિનિધિત્વ મળશે ? દાદા સરકારના નવા મંત્રીમંડળને લઈ EXCLUSIVE જાણકારી
Gujarat Cabinet Expansion: દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઇને એક પછી એક જાણકારી સામે આવી રહી છે, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં ગુજરાતમાંથી તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવી શકે છે. તાજા માહિતી પ્રમાણે, અત્યાર સુધી કુલ 25 ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ થવા માટે ફોન આવી ચૂક્યા છે.
દાદા સરકારના નવા મંત્રીમંડળને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે, જે અનુસાર, આજે દાદા સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. દાદા સરકારમાં OBCના સાત ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ચાર આદિવાસી નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. આ ઉપરાંત દાદા સરકારમાં અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે, દાદા સરકારમાં એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન મળશે. જ્યારે જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન આપવામાં આવશે. દાદા સરકારમાં ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજાને સ્થાન મળશે.
ખાસ વાત છે કે, નવા મંત્રીમંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ થશે. જેમાં પી.સી.બરંડા, જયરામ ગામિત, નરેશ પટેલ, રમેશ કટારાનો સમાવેશ છે. અત્યાર સુધીમાં ત્રણ અનુસૂચિત જાતિના ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા છે. મનીષાબેન વકીલ, ડૉ. પ્રદ્યુમન વાંજા, દર્શનાબેન વાઘેલાનો સમાવેશ નક્કી છે. સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર નેતાને સ્થાન મળશે. કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન મળશે. પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે. ગુજરાતમાં દાદા સરકારનું નવુ મંત્રીમંડળ કુલ 25 મંત્રીઓનું બની શકે છે, મહત્તમ 27 મંત્રીઓનું મંત્રીમંડળ બની શકે છે.
મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.





















