(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશિધરને પ્રમોશન, CBIના એડિશન ડિરેક્ટર તરીકે નિમણુક
ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત કેડરના 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને ત્રણ વર્ષના સમયગાળા માટે CBIમાં એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મનોજ શશીધરને પ્રમોશન મળ્યું છે. તેમને સીબીઆઇના એડિશનલ જનરલ બનાવવામાં આવ્યાં છે. પહેલા તેઓ તપાસ એજન્સીમાં જોઈન્ટ ડાયરેક્ટર હતા
ઉલ્લેખનિય છે કે, સીબીઆઇ પહેલા તેઓ મનોજ શશિધર ગુજરાત સ્ટેટ ઇન્ટિલિજન્સ બ્યુરોમાં એડિશનલ ડીજીના પદ પર કાર્યરત હતા. ઉપરાંત તેઓ વડોદરામાં પોલીસ કમિશનર અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તેમજ અમદાવાદમાં જોઇન્ટ કમિશનર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યાં છે.
આઇપીએસ અધિકારી શશિધરની ઓળખ એક તેજ તર્રાર અને ઇમાનદાર કાર્યનિષ્ઠ અધિકારી તરીકેની છે. તેની કાર્યશૈલીને જોતા સરકારે તેમને પ્રમોશન આપ્યું છે અને હવે તેમની પદોન્નતિ થતાં તેઓ CBIમાં એડિશનલ ડિરેક્ટર બન્યાં છે.
ઉલ્લેખનિ છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ માટે રચાયેલી SIT ટીમ ના ચીફ હતા. સુશાંત રાજપૂત કેસ માટે સીબીઆઇએ સ્પેશિયલ એસઆઇટીની રચના કરી હતી.
રાજ્યમાં 7 આઈએસ અધિકારીની બદલી