ગુજરાત કૉંગ્રેસે ચૂંટણીની તૈયારી શરુ કરી, 6 મેના પ્રદેશના નેતાઓની બેઠક
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. કૉંગ્રેસે પણ અત્યારથી જ ગુજરાત વિધાનસભાને લઈ તૈયારીઓ શરુ કરી દિધી છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. કૉંગ્રેસે પણ અત્યારથી જ ગુજરાત વિધાનસભાને લઈ તૈયારીઓ શરુ કરી દિધી છે. મીશન- 2022 માટે 6 મેના ગુજરાત કોંગ્રેસની મંથન બેઠક મળશે. કૉંગ્રેસના અગ્રણી નેતાઓની આ બેઠકમા પ્રદેશ કૉંગ્રેસની કોર ટીમના સભ્યો પણ હાજર રહેશે. બુથ મેનેજમેન્ટ અને ખાનગી એજન્સી અંગે થશે ચર્ચા કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રધુ શર્મા પણ આ બેઠકમાં હાજરીમાં આપશે.
મિશન 2022ને લઈ ગુજરાત કૉંગ્રેસે શરુ કરી તૈયારીઓ
મિશન 2022ને લઈ ગુજરાત કૉંગ્રેસ(Gujarat congress ) એક્શનમાં આવી ગઈ છે. 10 મેના રોજ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યા તેઓ એક જાહેરસભાને પણ સંબોધન કરશે. રાહુલ ગાંધી વડોદરા આવશે. જ્યાથી તેઓ દાહોદ જવા રવાના થશે. રાહુલ ગાંધીના પ્રવાસને લઈ પ્રદેશ કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. આવતીકાલે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દાહોદ જશે. જ્યા સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે. આ અગાઉ રાહુલ ગાંધી 1 મેના રોજ દાહોદ આવવાના હતા. જો કે વિદેશમાં હોવાના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયો હતો.
હાર્દિક પટેલે ટ્વીટર પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’ હટાવ્યું
હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. હવે આ દિશામાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ સત્યમેવ જયતે જનસભાના પોસ્ટરમાંથી હાર્દિક પટેલનો ફોટો હટાવ્યો, તો હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવી દીધો છે અને ગુજરાત કોંગ્રેસ છોડવાનો વધુ એક સંકેત આપી દીધો છે.
શું કોંગ્રેસ છોડશે હાર્દિક પટેલ?
હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઈલ પરથી ‘ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ’નો હોદ્દો હટાવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ છોડવાનો વધુ એક સંકેત આપી દીધો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે? બે દિવસ પહેલા પણ હાર્દિક પટેલે ડ્રગ્સ મામલે ગુજરાત સરકારના અને વધુમાં કહીએ તો ગુજરાત સરકારના આડકતરી રીતે કરેલા વખાણમાં પણ કોંગ્રેસનો લોગો, કોંગ્રેસમાં પોતાનો હોદ્દો કે ગુજરાત કોંગ્રેસનું લેટરપેડ આ બધાનો ઉપયોગ કર્યો ન હતો.