શોધખોળ કરો

ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની વિવિધ પ્રશ્નોને લઈ મીટીંગ,સરકાર માંગ નહી માને તો  ટેન્ડર પ્રક્રિયાથી અલીપ્ત રહેશે

ગુજરાતમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ તથા અન્ય મટિરીયલ્સના ભાવ વઘારા તથા કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટે જ્વલંત પગલાં ભરવા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મીટીંગ યોજાઈ હતી.

ગુજરાતમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ તથા અન્ય મટિરીયલ્સના ભાવ વઘારા તથા કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો તેમજ તેના નિરાકરણ માટે જ્વલંત પગલાં ભરવા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે  પહેલા તબક્કામાં બધા જ કોન્ટ્રાક્ટરો ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર પ્રક્રિયાથી અલીપ્ત રહેશે, તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો બંઘ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.

ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, નિગમો, પંચાયતો, અર્બન ડેવલપમેન્ટો વિભાગ, પોલીસ આવાસો, નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગોમાં કોન્ટ્રાકટરો વર્ષોથી જુના ભાવે કામો કરી રહ્યાં છે. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના  અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજૂરીનાં ભાવોમાં આશરે 30 ટકાથી 40 ટકા જેટલો ભાવ વધારો થયેલ છે. જેથી ચાલુ કામો કોન્ટ્રાકટરો દ્ધારા જુના ભાવે પુરા કરવા શક્ય નથી. તેથી ભાવ વધારો મેળવવા સરકારશ્રીમાં રજુઆત કરવા તથા અન્ય પ્રશ્નો અંગે તાકીદના પગલા ભરવા માટે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મીટીંગ તા. 22-11-2021ના રોજ અમદાવાદ ખાતે મળી હતી. તેમજ આ અંગે સરકારશ્રીમાં યોગ્ય રજુઆત કરવા અને જરૂર પડે અન્ય જલદ પગલા ભરવા ઠરાવવામાં આવ્યુ હતું. તેના અનુસંધાનમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને તારીખ 07-12-2021ના રોજ રૂબરૂ મળી આવેદનપત્ર આપેલ હતું. જેમા ભાવ વધારા અંગે તેમજ કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા સમય ફાળવવા પણ લેખિત તથા મૌખિક વિનંતી કરવામાં આવી હતી.

તેમ છતાં સરકાર તરફથી કોઇ હકારાત્મક ઉકેલ ન આવતા ગુજરાત રાજ્યના કોન્ટ્રાકટરોની  તાકીદની મીટીંગ તારીખ 03-01-2022ના સોમવારના રોજ  મળી હતી. તેમાં અનેક પ્રશ્નો અંગે ચંર્ચા કરવામાં આવી હતી. 

ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ,  સિમેન્ટ,  ડામર,  રેતી,  કપચી,  ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો  અને  મજૂરીનાં ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો.

1.       ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ,  સિમેન્ટ,  ડામર,  રેતી,  કપચી,  ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો  અને  મજૂરીનાં ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો.

2.       આયાતી ડામર વપરાશ માટેના નવા જી.આર. અંગે. 

3.       સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ (SBD)નો અમલ કરાવવા બાબત.

4.       ચાલુ કામોમાં GST વધારાની ભરપાઇ.

5.       ટેન્ડરોની કિંમત GST સિવાયની કરવા બાબત.

6.       શિડ્યુલ ઓફ રેટ્સ (SOR) અપડેટ કરવા બાબત.

7.       અન્ય પડત્તર પ્રશ્નોના નિરાકરણ બાબત.

આ તમામ પ્રશ્નો અંગે ચર્ચા કરી સરકાર  દ્ધારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો તબક્કાવાર પગલાં ભરવાની પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં પહેલા તબક્કામાં બધા જ કોન્ટ્રાક્ટરો ગુજરાત રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર પ્રક્રિયાથી અલીપ્ત રહેશે, તેમ છતાં પણ કોઈ ઉકેલ ન આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામો બંઘ કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget