શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 919 કેસ, કુલ સંક્રમિતની સંખ્યા 167173 પર પહોંચી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13936 એક્ટિવ કેસ છે, જ્યારે 1,49,548 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,871 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,67,173 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, પાટણમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મલી કુલ 7 લોકોનાં મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા 43, રાજકોટ 32, જામનગર કોર્પોરેશન 28, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મહેસાણા 18, મોરબી 18, ભાવનગર કોર્પોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 963 દર્દી સાજા થયા હતા અને 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.46 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement