શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1270 નવા કેસ નોંધાયા, વધુ 12 લોકોના મોત
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,24,081 પર પહોંચી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1270 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4135 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13820 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,06,126 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 72 દર્દી વેન્ટીલેટર પર છે અને 13748 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,24,081 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, મહેસાણા-1 અને વડોદરામાં 1 મળી કુલ 12 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 171, વડોદરા કોર્પોરેશનમાં 138, રાજકોટ કોર્પોરેશનમાં 89, મહેસાણામાં 50, રાજકોટ-35, પાટણ-40, વડોદરા-41, ગાંધીનગર-39, પાટણ-37, રાજકોટ-35, પંચમહાલ-28, દાહોદ-25, સુરત-25, જામનગ કોર્પોરેશન-23, કચ્છ-21 અને સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1465 દર્દી સાજા થયા હતા અને 60,547 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 84,92,641 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.99 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement