શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 741 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 46 હજારને પાર
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. આજે 800થી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 741 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. આજે 800થી ઓછા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 741 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 5 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4314 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,46,513 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 9477 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,2,722 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9415 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશનમાં-1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 5 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 51, સુરત 37,વડોદરા-30, કચ્છ 26, રાજકોટ-24, પંચમહાલ 19, દાહોદ 18, આણંદ 15, ખેડા 14, મહેસાણા 14, ભરૂચ 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 922 દર્દી સાજા થયા હતા અને 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 97,59,280 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.41 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion