શોધખોળ કરો

Gujarat Corona update: ગુજરાતમાં કોરોનાના નવા 165 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં આજે  નવા 165 કેસ નોંધાયા છે. આ સાથે જ 77 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થયો છે. રાજ્યમાં આજે  નવા 165 કેસ નોંધાયા છે. આ સાથે જ 77 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 43539 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 920 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટિલેટર પર છે. 919 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,663 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  

અમદાવાદ કોર્પોરેશનમાં 90, વડોદરા કોર્પોરેશન 19 , સુરત કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશન 10, ભાવનગર કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશન 4, મહેસાણા 3, નવસારી 3, વડોદરા 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, આણંદ 2, ભરુચ 2, કચ્છ 2, બનાસકાંઠા 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. 

દિલ્હીમાં નોંધાયા 1 હજારથી વધુ કેસ 

દેશના મહાનગરોમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં  જ્યાં દૈનિક કેસની સંખ્યા 1000 ને પાર થઈ છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન, મુંબઈમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટના વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. દિલ્હીની વાત કરીએ તો દેશની રાજધાનીમાં દરરોજના કેસની ઝડપ વધી છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 1,118 નવા કેસ નોંધાયા છે. આ સાથે 500 દર્દીઓ સાજા પણ થયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હાલમાં 3,177 સક્રિય કેસ છે.

બીજી તરફ મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 2,956 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 2,165 લોકોને રજા આપવામાં આવી હતી અને 4 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18,267 સક્રિય કેસ છે. તે જ સમયે, આજે એકલા મુંબઈમાં જ કોરોનાના 1724 નવા કેસ નોંધાયા છે. 96% દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, મુંબઈમાં આજે કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Embed widget