Gujarat Corona Update: આજે પણ 200ને પાર થયા નવા કોરોનાના કેસ, જાણો રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગાંધીનગર: ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાના નવા કેસનો આંક 200ને પાર નોંધાઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 217 કેસ નોંધાયા હતા.
ગાંધીનગર: ગુજરાતમાં ઘણા સમયથી કોરોનાના નવા કેસનો આંક 200ને પાર નોંધાઈ રહ્યો છે. ગઈકાલે કોરોનાના નવા 217 કેસ નોંધાયા હતા ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા 226 કેસ નોંધાયા છે. બીજી તરફ 163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 106 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55,584 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 106 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, સુરત શહેરમાં 37 કેસ, રાજકોટ શહેરમાં 5 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર અને ભાવનગર શહેરમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો વડોદરામાં 6, કચ્છ, મહેસાણા, વલસાડમાં 5-5 કેસ, નવસારીમાં 4, ગાંધીનગરમાં 3, પાટણમાં 3, અમદાવાદ, ભરુચ, રાજકોટમાં 2-2, અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.
આજે કોઈ મોત નથીઃ
આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 163 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1524 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 12,15,616 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.
આ પણ વાંચોઃ
Gujarat Education: ગુજરાતની 6443 શાળાઓમાં રમતનું મેદાન જ નથી, આટલી શાળાઓ તો ચાલે છે ભાડાના મકાનમાં