Morbi: દિવાળી વેકેશનમાં પણ શાળા ચાલુ રાખી હોવાથી શિક્ષણ વિભાગે આ 5 શાળાને ફટકારી નૉટિસ, જાણો
Morbi: વેકેશન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે આકરી કાર્યવાહી કરતાં મોરબીની પાંચ શાળાઓને કારણદર્શક નૉટિસ ફટકારી છે
Morbi: ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ આકરા પાણીએ આવ્યું છે, રાજ્યમાં તમામ શાળાઓમાં દિવાળીના તહેવારો નિમિત્તે વેકેશન હતુ, પરંતુ મોરબીની પાંચ શાળાઓ ચાલુ રખાતા એક્શન લેવામા આવી છે. મોરબીમાં પાંચ શાળાઓની સ્કૂલ બસો આ દરમિયાન રૉડ પર દોડતી જોવા મળી હતી, જેની તપાસ બાદ શિક્ષણ વિભાગે તમામ પાંચ શાળાઓને કારણદર્શક નૉટિસ ફટકારી છે.
દિવાળી વેકેશન પુરુ થઇ ગયુ છે અને શાળાઓ ફરીથી રાબેતા મુજબ ખુલી ગઇ છે. 21 દિવસના વેકેશન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે આકરી કાર્યવાહી કરતાં મોરબીની પાંચ શાળાઓને કારણદર્શક નૉટિસ ફટકારી છે. ખરેખરમાં, ઘટના એવી હતી કે, રાજ્યમાં 21 દિવસનું દિવાળી વેકેશન શિક્ષણ સંસ્થાઓમાં લાગુ હતુ, આ દરમિયાન મોરબીના પાંચ જેટલી શાળાઓની સ્કૂલ બસો રૉડ પર દોડતી હતી, આનો વીડિયો વાયરલ થયો હતો. તપાસ બાદ હવે પાંચેય શાળાઓને કારણદર્શક નૉટિસ ફટકારાઇ છે. નૉટિસ મળેલી શાળાઓમાં, નાલંદા વિદ્યાલય, આર્ય વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિદ્યાલયને શિક્ષણ વિભાગે કારણદર્શકની નૉટિસ ફટકારી છે.
આ પણ વાંચો