(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022 : ભાજપ છોડી આપમાં ગયેલા કયા દિગ્ગજ નેતા વાઘાણીને ચૂંટણીમાં આપશે ટક્કર?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું 8મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું 8મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 22 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 108 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં ભાજપ છોડીને આપમાં આવેલા રાજુ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે.
રાજુ સોલંકી ભાવનગર વિર માંધાતા કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અગાઉ રાજુ સોલંકી સૌ પ્રથમવાર કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 24 કલાકમાં જ તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા. હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ આપમાં જોડાતાની સાથે જ તેમને ભાવનગર વેસ્ટથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ભાવનગર વેસ્ટથી અત્યારે જીતુ વાઘાણી ધારાસભ્ય છે. જો, ભાજપ ફરીથી તેમને આ જ બેઠક પરથી લડાવે તો બંને વચ્ચે સીધી ટક્કર થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી આઠમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 1, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/oxLVmBsG70
Gujarat Assembly Election 2022: ભાવનગરમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા
Gujarat Assembly Election 2022:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાગનગરના ગારિયાધારમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાયા હતા. ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અલ્પેશ કથિરીયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું હતું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
ભાવનગરના ગારીયાધાર તાલુકામાં આપની સભાનું આયોજન કરાયુ હતું. સભામાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે અલ્પેશ કથિરીયાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. અલ્પેશ કાથિરીયાને કેજરીવાલે ખેસ પહેરાવ્યો હતો. તે સિવાય ગારીયાધાર કોંગ્રેસના નગરપાલિકાના વિપક્ષ નેતા આપમા જોડાયા હતા. તે સિવાય ગારીયાધાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વલ્લભ માણિયા પણ આપમા જોડાયા હતા.
યુનિફોર્મ સિવિલ કોડ બને-કેજરીવાલ
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ખૂબ સક્રિય જોવા મળી રહી છે. તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના પ્રશ્ન પર મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતના ભાવનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતાના પ્રસ્તાવ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
આ સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનો ઈરાદો ખરાબ છે. બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. તેને એવો બનાવવો જોઇએ જેમાં તમામ સમુદાયોની સહમતિ હોય. તેમણે કહ્યું કે તમામ સમુદાયોને સાથે લઈને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઇએ.