શોધખોળ કરો
Advertisement
રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ માટે સ્ટ્રકચર બનાવવા મળશે સહાય, જાણો વધુ વિગતો
પાક સંગ્રહ સ્ટ્રક્ચરના બાંધકામ માટે બીલ રજૂ ન કરી શકે તે ખેડૂત લાભાર્થી પાસેથી ખર્ચની વિગતો સાથેનું સેલ્ફ ડીક્લેરેશન માન્ય રાખવાનું રહેશે.
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોને પાક સંગ્રહ માટે સ્ટ્રકચર બનાવવાના ખર્ચના 30 ટકા અથવા 30 હજારની રકમ જે ઓછુ હોય તે સહાય પેટે આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે યોજનાની અમલવારી માટે મંજૂરી આપી દીધી છે. પ્રથમ 15 હજારનો હપ્તો ખેડૂતોને પ્લીંથ લેવલના બાંધકામ પર તો બીજો હપ્તો કામ પૂર્ણ થયા બાદ તપાસ કરી ચૂકવવામાં આવશે.
લાભાર્થી ખેડૂતોને સહાય બે તબક્કામાં મળવાપાત્ર છે. સહાય પૈકી પ્રથમ હપ્તો પ્લીંથ લેવલ કામગીરી પૂર્ણ થયે 15000 હજાર અને બીજો અને અંતિમ 15000 હજારનો હપ્તો પાક સંગ્રહ સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયાની ચકાસણી બાદ મળશે.
રાજ્યના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના ન્યુનતમ સ્પેશીફીકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચાના 30 ટકા અથવા 30,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચરના બાંધકામ માટે બીલ રજૂ ન કરી શકે તે ખેડૂત લાભાર્થી પાસેથી ખર્ચની વિગતો સાથેનું સેલ્ફ ડીક્લેરેશન માન્ય રાખવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion