(Source: ECI/ABP News/ABP Majha)
રૂપાણી સરકારે વેપારીઓને 31 જુલાઈ સુધીમાં કયું કામ કરી લેવા જણાવ્યું, નહીંતર નહીં કરી શકે વેપાર
તમામ દુકાનો,લારી ગલ્લા,શોપિગ સેન્ટરો સહિત તમામ વેપારી ગતિવિધિઓ કરનાર લોકો માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે.
ગાંધીનગર: કોરોના(Corona) માટે કેન્દ્રસરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત (Gujarat) સરકારે નોટીફીકેશન જાહેર કર્યુ છે. જેમાં 8 મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત તમામ દુકાનો,લારી ગલ્લા,શોપિગ સેન્ટરો સહિત તમામ વેપારી ગતિવિધિઓ કરનાર લોકો માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે. જો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહી.
રાત્રિ કર્ફ્યુમાં કોને છૂટ
- બીમાર વ્યક્તિ, સગર્ભા, અશક્ત વ્યક્તિઓ સારવાર માટે એટેન્ડન્ટ સાથે આવ-જા કર શકશે.
- મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસટી બસની ટિકિટ રજૂ કરવાથી અવરજવરની પરવાનગી રહેશે.
- રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન નહીં યોજી શકાય.
- અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિએ ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન રજૂ કરવાનું રહેશે.
નિયંત્રણો
- 31 જુલાઈ સુધીમાં પહેલો ડોઝ લેવો ફરજીયાત
- પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહી
- જાહેર બાગ બગીચા રાત્રે 9 વાગ્યા સુધી એસસોપી સાથે ખુલ્લા રહેશે
- રેસ્ટોરંટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.
- જીમ 60 ટકા કેપેસિટી સાથે ખુલ્લા રહેશે
- લગ્નન માટે 150 લોકોને મંજૂરી
- અંતિમક્રિયા-દફનવિધિમાં 40 લોકો હાજર રહી શકશે
- ધાર્મિક કાર્યક્રમમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોના જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્ર થઈ શકશે.
- વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, સિનેમા થિયટરો, ઓડીટોરિયમ, 60 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખી શકાશે પણ તેની સાથે સંકળાયેલા તમામ લોકોએ 31 જુલાઈ સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લેવો પડશે, નહીંતર ચાલુ નહીં રાખી શકાય.
- સ્પા સેન્ટરો બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે.