શોધખોળ કરો

Gandhinagar: સેમિકન્‍ડક્ટર મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાત સંપૂર્ણ સજ્જ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત અમેરિકન સેમિકન્‍ડક્ટર કંપની એડવાન્‍સડ માઈક્રો ડીવાઈસ AMDના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને CTO શ્રીયુત માર્ક પેપરમાસ્ટરે ગાંધીનગરમાં લીધી હતી.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્‍ય મુલાકાત અમેરિકન સેમિકન્‍ડક્ટર કંપની એડવાન્‍સડ માઈક્રો ડીવાઈસ AMDના એક્ઝીક્યુટીવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને CTO શ્રીયુત માર્ક પેપરમાસ્ટરે ગાંધીનગરમાં લીધી હતી. ગાંધીનગરમાં તા. ૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન યોજાઈ રહેલી ત્રિદિવસીય સેમિકોન  ઈન્‍ડીયા-૨૦૨૩માં સહભાગી થવા AMDના  માર્ક પેપરમાસ્ટર તેમના ડેલિગેશન સાથે ગુજરાત આવેલા છે.

સેમિકોન ઈન્‍ડીયા-૨૦૨૩નો શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્‍દ્ર  મોદીએ પ્રારંભ કરાવ્યા બાદ દિવસભર આ કોન્‍ફરન્‍સમાં જોડાયેલા AMDના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્‍ટ અને ડેલિગેશને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે મોડી સાંજે મુલાકાત યોજી હતી.વડાપ્રધાનના નેતૃત્વમાં ચાલી રહેલા સેમિકન્‍ડક્ટર મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામને સફળ બનાવવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ મુલાકાત બેઠકમાં આપી હતી.

આ સંદર્ભમાં તેમણે ગૌરવ સાથે એમ પણ જણાવ્યું કે,પોતાની ડેડીકેટેડ સેમિકન્‍ડક્ટર પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે. આ પોલિસી અંતર્ગત અપાતા પ્રોત્સાહનો-ઈન્‍સેન્‍ટીવ્ઝની વિગતો પણ ભૂપેન્‍દ્ર પટેલે આપી હતી. આ પોલિસિઝ ઉપરાંત ગુજરાતમાં જે સુદૃઢ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર છે તેનો લાભ અને સેમિકન્‍ડક્ટરને લગતા અન્ય આનુષંગિક ઉદ્યોગો માટે આત્મનિર્ભર સ્કીમ ફોર આસીસ્ટન્‍સ ટુ ઈન્‍ડસ્ટ્રીનો લાભ પણ મળી શકે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. એટલું જ નહિ, ગુજરાત ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં પણ અગ્રેસર છે તેમ તેમણે કહ્યું હતું. 

AMDના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્‍ટ માર્ક પેપરમાસ્ટરે ગુજરાતની આ સેમિકન્‍ડક્ટર પોલિસીની સરાહના કરતાં કહ્યું કે,સેમિકન્‍ડક્ટર હબ બનવાની સમગ્ર ઈકોસિસ્ટમ ગુજરાતમાં વિકસી રહી છે તે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્લોબલ પ્લેયર માટે રોકાણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. તેમણે કહ્યું કે,રાજ્ય સરકારના સહયોગ અને સરળ નીતિઓને પરિણામે ગુજરાતમાં સેમિકન્‍ડક્ટર સેક્ટરમાં ભવિષ્યમાં મોટા રોકાણો આવશે તેવો તેમને વિશ્વાસ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, એડવાન્‍સડ માઈક્રો ડિવાઈસ અમેરિકા,યુરોપ,આફ્રિકા અને એશિયા જેવા વિવિધ ખંડમાં બ્રાન્‍ચ ધરાવે છે.

૧૯૬૯માં સ્થપાયેલી આ કંપની માઈક્રોપ્રોસેસર, ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ અને સર્વરનું ઉત્પાદન કરે છે. સમગ્ર વિશ્વમાં ૨૫ હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી આ કંપની ભારતમાં બેંગ્લોર, ગુડગાંવ, હૈદરાબાદ અને મુંબઈ તથા દિલ્હીમાં પોતાની બ્રાન્‍ચીસ ધરાવે છે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથેની આ સૌજન્‍ય મુલાકાત દરમિયાન તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં રોકાણો અંગે AMD પોઝીટીવ વિચારણા કરશે તેવો મત દર્શાવ્યો હતો. આ બેઠકમાં AMDના કન્‍ટ્રી હેડ અને સિનિયર વાઈસ પ્રેસિડેન્‍ટ જયા જગદીશ, અજય કૌલ અને ડાયરેક્ટર ઓફ ગવર્નમેન્‍ટ અફેર્સ અરવિંદ ચન્‍દ્રશેખર જોડાયા હતા.
આ સૌજન્‍ય મુલાકાત વેળાએ મુખ્યસચિવરાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને સાયન્‍સ ટેકનોલોજી સચિવ વિજય નેહરા જોડાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget