શોધખોળ કરો

જામનગરમાં કેટલા દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય ? તમામ વેપારી સંગઠનો રાખશે દુકાનો બંધ

જામનગરમાં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. 

જામનગરઃ ગુજરાતમાં કોરોના(Corona)એ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઈ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન(Lockdown)ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર-ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) આપવામાં આવી રહ્યું છે. 

જામનગર(Jamnagar)માં કોરોનાના કેસ વધતા વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસનુ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપાર અને ઉધોગ સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. શહેરીજનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા તેમજ સહકારની અપીલ કરી છે. 

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર વેપારી મહામંડળ, જામનગર ફેકટરી ઓનસ એસોસિએશન અને ધી સિડ ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનની સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરાઈ છે.

ભાવનગર (Bhavnagar)ના  મહુવા (Mahua)માં પાંચ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. 

મહુવામાં બુધવાર રાત્રેથી પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને મહુવા નગર પાલિકા સંયુક્ત સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે જે
તા 14/4/21 બુધવાર રાત્રેથી સતત પાંચ દિવસ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવેલ છે, તેમાં આવશ્યક વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 15 દિવસના લોકડાઉનની જરૂર છે. આ માગ કરી છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ. રાજ્યમાં કોરોના સંક્રમણ તેની સર્વોચ્ય સપાટીએ છે. દિવસેને દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતા સાથેની વાતમાં કિરીટ ગઢવીએ કહ્યુ કે, ત્રણ ચાર દિવસના લોકડાઉનથી કોઈ મતલબ નથી. કેમ કે ત્રણ ચાર દિવસ બાદ ફરી લોકોના ટોળા થાય છે. એટલે જો સંક્રમણની ચેઈન તોડવી હોય તો 15 દિવસના લોકડાઉનની જરૂર છે.

રાજ્યમાં કોરોનાની ગતિ બેફામ બની છે. દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડાઓ ભયાનક છે. દરરોજ સામે આવતા આંકડાઓ પાછલા તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. મંગળવારે કોરોનોના કેસ અને કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો હચમચાવી દે તેવો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 6690 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 67 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં ગઈકાલે 2748 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,20,729 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 34555 પર પહોંચ્યો છે. જેમાંથી 221 લોકો વેન્ટિલેટર પર અને 34334 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.04 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4922 પર પહોંચ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
Embed widget