Gujarat weekend lockdown: રાજ્યના આ મોટા શહેરમાં વીકેન્ડ લોકડાઉનની કરાઈ જાહેરાત, જાણો વિગતો
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
ભરૂચ: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે ગામડાઓ શહેરો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા છે. રાજ્યના ઘણા ગામડાઓ અને શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે. ગુજરાત રાજ્યમાં પણ દરરોજ 8 હાજરથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિમાં રાજ્યાના ગામડા અને કેટલાક નાનકડા શહેર લોકડાઉન તરફ વળ્યાં છે.
ભરૂચ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે આવતીકાલે શનિવારે બપોરે 12 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધી શહેરમાં લોકડાઉન રહેશે. શહેરમાં જરુરીયાતની દુકાનો જેમ કે મેડિકલ, ડેરી સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવા વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે. સ્વૈચ્છિક લોકડાઉનમાં તમામ લોકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા.