શોધખોળ કરો

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનો કહેરઃ આ જિલ્લામાં 14 વર્ષીય સગીરા બની શિકાર, બેની હાલત ગંભીર

કોરોનામાંથી તાજેતરમાં મુક્ત થયેલી 14 વર્ષીય તરૂણી ફંગસનો શિકાર બનતા સારવાર હેઠળ છે. જ્યારે મ્યુકરમાઇકોસીસથી બે દર્દીની હાલત હાલ ગંભીર છે. 

ભુજઃ ગુજરાતમાં કોરોના પછી હવે મ્યુકરમાઇકોસિસે કહેર મચાવ્યો છે. કચ્છમાં કોરોના સંક્રમણ બાદ હવે ફંગસના કેસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. કોરોનામાંથી તાજેતરમાં મુક્ત થયેલી 14 વર્ષીય તરૂણી ફંગસનો શિકાર બનતા સારવાર હેઠળ છે. 

14 વર્ષીય તરૂણીને ડાયાબિટીસની કોઈ ફરિયાદ ન હોવા છતાં મ્યુકરમાઇકોસીસ થતા હાલ જી.કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના 150 ઈન્જેકશન ફળવવામાં આવ્યા.

 કચ્છમાં બે દિવસમાં મ્યુકરમાઇકોસીસના 11 કેસ સામે આવ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ મ્યુકરમાઇકોસીસના એક્ટિવ કેસનો આંકડો 34એ પહોંચ્યો છે. મ્યુકરમાઇકોસીસના 10 દર્દી ખાનગી હોસ્પિટલમાં તો 24 દર્દી જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે મ્યુકરમાઇકોસીસથી બે દર્દીની હાલત હાલ ગંભીર છે. 

કોરોનાની બીજી લહેરમા કેસના વધારાની સીધી અસર મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા પર પણ પડી છે. પ્રથમ લહેરમાં જ્યાં ચાર મહિના દરમિયાન કુલ ૧૮૦ સર્જરી થઈ હતી ત્યાં આ વર્ષે બીજી લહેરમાં માત્ર દસ દિવસમાં ૨૫૦થી વધુ સર્જરી થઈ ચુકી છે. જો કે અત્યાર સુધી થયેલી કુલ સર્જરીમાં મોતનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે અને મોટા ભાગના ઓપરેશનો સફળ રહ્યા છે.

ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસ ઘટતા ધીરે ધીરે મ્યુકર માઈકોસિસના દર્દીઓ સારવાર માટે આવવાનું શરૂ થઈ ગયુ હતુ. ત્રણથી ચાર મહિના દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિલમાં કુલ ૧૮૦ જેટલા બ્લેક ફંગસના ઓપરેશનો થયા. ત્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં તો માત્ર દસ દિવસમાં જ ૨૫૦થી વધુ ઓપરેશનો થઈ ચુક્યા છે.

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.

મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે. તો સાતને અમદાવાદ રિફર કરાયા છે. આણંદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 34 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 43 કેસ નોંધાયા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જેમાં દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢવા પડ્યા છે. કેસ વધતા ડેંટલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટરમાં હાલ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં એક ડેંટલ હોસ્પિટલ, એક પેરાપ્લેજિયા અને બે કિડની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા છે. જ્યાં રોજ આશરે 12 જેટલા ઓપરેશન થઈ રહ્યાં છે.

અમદાવાદ સિવિલમાં મ્યુકર માઈકોસિસના 600થી વધુ કેસ થઈ છે. જેામં 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો અત્યાર સુધીમાં 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે મહત્વના સમાચાર છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈંજેક્શન એમ્ફોટેરેસિન બી હવે એલજી હોસ્પિટલને બદલે સિવિલ હોસ્પિટલમાંથી મળશે. છેલ્લા ચાર દિવસથી એલજી હોસ્પિટલ અને અમદાવાદ મનપાએ યોગ્ય વ્યવસ્થા ન કરતા આખરે સિવિલ હોસ્પિટલમાંથી ઈંજેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND vs BAN Live Score: બાંગ્લાદેશે ભારતને આપ્યો 128 રનનો ટાર્ગેટ, વરુણ-અર્શદીપનું શાનદાર પ્રદર્શન
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Early Dinner: સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન લેવાથી વધી શકે છે ઉંમર, આ સમસ્યાઓમાં પણ તે રામબાણ ઇલાજ છે
Embed widget