શોધખોળ કરો

Gujarat Coronavirus Crisis: ગુજરાતના કયા ટોચના નેતાએ કરી લોકડાઉનની માંગ ? જાણો રૂપાણીને પત્ર લખી શું કહ્યું

જયંત બોસ્કીએ પત્ર લખીને કહ્યું, કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં હાલ સ્થિતિ ગંભીર બની રહી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે આગળના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેમ દેખાઈ રહ્યું છે. હોસ્પિટલ્સ બધા દર્દીઓથી ભરાઈ ગઈ છે અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આ મહામારી વધુ ના ફેલાય અને કોરોનાની ચેન તોડવા માટે ગુજરાતમાં લોકડાઉન એક માત્ર ઉપાય છે.

આણંદઃ રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ (Gujarat Corona Cases) સામે આવી રહ્યાં છે. ગુજરાતના એનસીપી (Gujarat NCP Presidnet) પ્રમુખ અને ઉમરેઠના ધારાસભ્ય (Umreth MLA) જયંત બોસ્કીએ (Jayant Boski) મુખ્યમંત્રીને (CM Vijay Rupani) પત્ર લખીને લોકડાઉન (Lockdown) એક માત્ર વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.

શું લખ્યું પત્રમાં

તેમણે પત્ર લખીને કહ્યું, કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે. રાજ્યમાં હાલ સ્થિતિ ગંભીર બની રહી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે આગળના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેમ દેખાઈ રહ્યું છે. હોસ્પિટલ્સ બધા દર્દીઓથી ભરાઈ ગઈ છે અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. આ મહામારી વધુ ના ફેલાય અને કોરોનાની ચેન તોડવા માટે ગુજરાતમાં લોકડાઉન એક માત્ર ઉપાય છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 12  દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

45,872

336

Gujarat Coronavirus:  બે દિવસ પહેલાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં હાજર રહેલા કયા જાણીતા ડોક્ટરને લાગ્યો કોરોનાનો ચેપ ? જાણો મોટા સમાચાર

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget