Gujarat CM : ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા ભૂપેન્દ્ર પટેલ, સરકાર રચવાનો કરશે દાવો
Gujarat CM: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરતો ઠરાવ રજૂ થયો હતો.
![Gujarat CM : ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા ભૂપેન્દ્ર પટેલ, સરકાર રચવાનો કરશે દાવો Gujarat News: Bhupendra Patel Elected as the leader of the MLA party Gujarat CM : ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા ભૂપેન્દ્ર પટેલ, સરકાર રચવાનો કરશે દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/10/1de7383d24dd35f60002b9368dd6c009167065772052776_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat CM: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરતો ઠરાવ રજૂ થયો હતો. ધારાસભ્ય દળની બેઠકમાં રાજનાથસિંહ, યેદિયુરપ્પા અને અર્જુન મુંડા ત્રણેય નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 2 વાગ્યે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.
કનુ દેસાઈએ મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવને પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ વોરા ટેકો જાહેર કર્યો હતો. આજે સાંજે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હી જશે.
Gujarat | The meeting of newly-elected BJP MLAs underway at the party office in Gandhinagar. pic.twitter.com/AqJLJABuHD
— ANI (@ANI) December 10, 2022
ગુજરાત ચૂંટણીમાં 617 અપક્ષે ડિપોઝિટ ગુમાવી
ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં બંને તબક્કામાં મળીને 624 ઉમેદવારો અપક્ષ ઉભા રહ્યા હતા અને જેમાંથી 623 ઉમેદવારો ચૂંટણી લડયા હતા.જેમાંથી ૬૧૭ અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે.જો કે ગત 2017ની ચૂંટણી કરતા 166 અપક્ષ ઉમેદવારો ડિપોઝિટ ગુમાવવામા ઓછા છે.જ્યારે આ વખતની ચૂંટણીમાં અપક્ષોને ગત ચૂંટણીની સરખામણીએ મળેલા કુલ વોટની સંખ્યા 90 હજાર વધારે છે.ત્રણ અપક્ષ ઉમેદવાર જીત્યા છે જ્યારે ૩ અપક્ષ ઉમેદવારે તો 40-40 હજારથી વધુ વોટ મેળવીને ત્રણ બેઠકમાં બે અપક્ષે કોંગ્રેસના ઉમેદવારને પાછળ રાખ્યા છે અને એકે તો ભાજપના ઉમેદવારને ટક્કર આપી છે. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારો હતા અને જેમાંથી 784 ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.ચૂંટણી પંચના નિયમ મુજબ પડેલા કુલ વોટમાંથી 16.67 ટકા વોટ જે ઉમેદવારને ન મળે તેની ડિપોઝિટ જપ્ત થાય છે. આ વખતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બંને તબક્કામાં મળીને 624 હતા.જેમાં પ્રથમ તબક્કામાં 304 પુરુષ અને 35 મહિલા સાથે 339 અને બીજા તબક્કામાં 262 પુરુષ અને 21 મહિલા સાથે 285 ઉમેદવાર અપક્ષ હતા. ચૂંટણી લડેલા કુલ 623 ઉમેદવારોમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જ્યારે 620 ઉમેદવારોમાંથી 617 ઉમેદવારોની ડિપોઝિટ જતી કરવી પડશે. અન્ય ત્રણ ઉમેદવારો એવા છે કે જેઓના વોટ 16.67 ટકાથી વધુ છે.આ ઉમેદવારોના હાલોલના અપક્ષ ઉમેદવારના વોટ 58048 છે અને જેને કુલ 29.21 ટકા વોટ મળ્યા છે.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 3.5 ટકા મુજબ 6944 જ વોટ મળ્યા છે. આ ઉપરાંત લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવાર જયપ્રકાશ પટેલને 43749 વોટ મળ્યા છે અને વોટ શેર 23.78 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)