Gujarat: રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો, મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 10 કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 31મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકાએ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના આ 12 જિલ્લામાં આજે પણ વરસશે વરસાદ
હજુ પણ રાજ્યમાં છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની (rain) આગાહી forecast છે. આજે બનાસકાંઠા,પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે..
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે.
ડેમ કેટલા ઓવરફ્લો થયા
સારા વરસાદના પગલે રાજ્યના 207 પૈકી 107 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 91 જળાશયો હાઉસફુલ છે તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી રાજ્યના 151 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 129 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 16 જળાશયો એલર્ટ પર છે, તો 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
Rain Forecast:સપ્ટેમ્બરમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલ કરી આગાહી