(Source: ECI | ABP NEWS)
Gujarat Rain: 2 નવે. સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની અંબાલાલની આગાહી, જાણો ક્યારથી પડશે કાતિલ ઠંડી ?
Gujarat Rain: રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, અંબાલાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહશે

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે સૌરાષ્ટ્રથી લઇ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ચોમાસાની સિઝન બાદ પણ વરસાદ વરસતા ખેડૂતો પાયમાલ થયા છે, મોટાભાગના ખેતી પાકોને નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ વરસાદ 125 ટકા સુધી પહોંચી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 148 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 123 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 117 ટકા વરસાદ પડ્યો છે. સાઉથ ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીમાં 130 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, અંબાલાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહશે, એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે, અને આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.
ગુજરાતમાં અત્યારે કાતરક મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ છવાયો છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2 નવેમ્બર સુધી વરસાદ વરસશે, અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણથી લઇને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસશે. ખાસ વાત છે કે, ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 7 નવેમ્બરની આસપાસ બંગાળ ખાડીમાં ફરી એકવાર લૉ પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવશે. બંગાળ સાગરમાં લૉ પ્રેશરના કારણે ગુજરાતનું હવામાન બદલાશે.
આ ઉપરાંત રાજ્યમાં આગામી 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાથી અસરથી માવઠું થશે. દરિયામાં વારંવાર લૉ-પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે. વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પણ પાયમાલી થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન અને શનિના કારણે વાતાવરણમાં પલટો આવશે. મહત્વનું છે કે, રાજ્યમાં આગામી 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે.





















