Gujarat: જેટકો પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી, છ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
Gujarat:એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Gujarat: ભરતી પરીક્ષાના વિવાદ બાદ જેટકોએ મોટી કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે જેટકોના છ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં મહેસાણા, ધાનેરાના અધિકારીઓની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડેડ અધિકારીઓમાં મહેસાણા ડિવીઝનના ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરાના કાર્યપાલક ઈજનેર એસ.આર. યાદવ, મહેસાણાના કાર્યપાલક ઈજનેર બી.જે. ચૌધરી ઉપરાંત અન્ય ત્રણ અધિકારીનો સમાવેશ થાય છે. પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ, જેટકો તથા સરકારની થયેલી બદનામી મુદ્દે અધિકારીઓને જવાબદાર ઠેરવી ચીફ એન્જિનિયર એ.બી. રાઠોડે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
જેટકોના એમડી સાથેની બેઠક નિષ્ફળ જતા આંદોલન ઉગ્ર બન્યુ હતું. આજે મોટી સંખ્યામાં ઉમેદવારોએ જેટકોના એમડીને રજૂઆત કરી હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહી હતી. બાદમાં હવે ઉમેદવારોએ જાહેરાત કરી હતી કે હવે પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન કરાશે.
જેટકોએ લીધેલ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રાજકોટ, ભરૂચ, મહેસાણા સેન્ટરમાં લેવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.