Gujarat: રાજ્યના 272 બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન, સાંજે પાંચ વાગ્યા બાદ મતગણતરી શરૂ થશે
Gujarat: તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે.
Gujarat: વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના 272 બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી યોજાઈ રહી છે.
1 લાખ 25 હજારથી વધુ મતદારો 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ સાંજના મતગણતરી શરૂ થશે. ગુજરાતના 272 બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. વકીલો આજની ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. વડોદરામાં દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે મતદાન થઇ રહ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 41 પદ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરામાં 3045 મતદાતાઓ મતદાન કરશે. પ્રમુખ પદ માટે વડોદરામાં નલિન પટેલ અને હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર છે. કોરોનાની આશંકાના પગલે મતદાન મથક પર સેનેટાઈઝર,માસ્કની વ્યવસ્થા કરાઇ હતી.
અમદાવાદ જિલ્લા બાર એસોસિયેશનમાં 1770 વકીલો મતદાન કરશે. સુરત વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. ટર્મીશ કણીયા, હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે પ્રમુખપદનો જંગ છે. સુરતમાં વકીલ મંડળના પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર છે. સુરતમાં 4500 મતદાતા વકીલો મતદાન કરશે.સુરત વકીલ મંડળના ઉપપ્રમુખ માટે બે ઉમેદવાર છે. સેક્રેટરી માટે 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરી માટે 2 ઉમેદવાર, ટ્રેઝરર માટે 3 ઉમેદવાર, કાઉન્સિલ મેમ્બર માટે 17 ઉમેદવાર મેદાને છે.
એક લાખ 25 હજાર વકીલ મતદારો મતદાન કરશે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. અલગ અલગ પદ માટે પાંચ હજાર ઉમેદવાર મેદાનમા છે. મતગણતરીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.