શોધખોળ કરો

Gujarat Weather Live Updates: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો

Weather Update: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે.

LIVE

Key Events
Gujarat Weather Live Updates: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં આવ્યો પલટો

Background

Weather Updates: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (30 માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે. શુક્રવારે (31 માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે. હવામાન વિભાગે ગુરુવારે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળી અને કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં 31 માર્ચ અને 1 એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.

16:49 PM (IST)  •  30 Mar 2023

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો. સાવરકુંડલા પંથકના ભોંકરવા, વિજપડી, ભમર, ખડસલી, છાપરી, આંબરડી સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. કમોસમી વરસાદ વરસતા ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

15:32 PM (IST)  •  30 Mar 2023

અંબાજીમાં  ફરીથી વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

બનાસકાંઠાના અંબાજીમાં  ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે વરસાદ આવતા અંબાજીમાં દુકાનો બંધ કરવાની પરિસ્થિતિ આવી. બસ સ્ટેન્ડ ના શોપિંગ સેન્ટરની દુકાનમાં પાણી આવતા લોકોએ શટર પાડ્યા હતા. ભર ઉનાળે યાત્રાધામ અંબાજીમાં વરસાદી પાણી વેહતા જોવા મળ્યા હતા.

15:05 PM (IST)  •  30 Mar 2023

પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગ આગાહી અનુસાર  પાટણ જિલ્લાના વાતાવરણમાંબપોર બાદ પલટો આવ્યો છે. પાટણ - વારાહીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. રાધનપુર તેમજ સિદ્ધપુરમાં  કમોસમી વરસાદનું આગમન થયું છે. સિદ્વપુર તેમજ રાધનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. સતત કમોસમી માવઠું થતા ખેડૂતો ની ચિતામાં વધારો થયો છે.

14:01 PM (IST)  •  30 Mar 2023

પાલનપુરમાં કમોસમી વરસાદની શરૂઆત

બનાસકાંઠાના પાલનપુરમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. પાલનપુરના  ચડોતર,  સોનગઢ  આજુ જુ ના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ઘઉં,  મકાઈ, વરીયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ છે.

13:47 PM (IST)  •  30 Mar 2023

આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરુ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહિવત છે. એકાદ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે, આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
Embed widget