શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Weather Update: રાજ્યમાં હજુ ત્રણ દિવસ રહેશે માવઠાનું સંકટ

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 48 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે

Gujarat Weather Updates: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠાનું સંકટ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા  છે. 48 કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે, જે બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી વધી જશે. 7મી મેથી માવઠાનું સંકટ દૂર થવાની શક્યતાઓ છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ દર્શાવાઈ છે. જેના કારણે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ચોમાસાની શરૂઆત થતા પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદ 29.8mm વરસાદ નોંધાયો છે.. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ફેબ્રુઆરી મહિના માંથી જ શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે આ સિઝનમાં 0.9 એમએમ વરસાદ હોવો જોઈએ તેના કરતાં વધુ વરસાદ રાજ્યમાં પડ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 92.9 એમએમ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 39.9mm વરસાદ નોંધાયો છે, અમદાવાદમાં16.7mm નોંધાયો છે, જ્યારે અમરેલીમાં 62mm વરસાદ પડ્યો છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બાગાયતી પાકો અને શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જામ્યું છે.

દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુરુવાર (4 મે)થી હળવા ઝાકળ અને ધુમ્મસની શરૂઆત થઈ છે. દેશના મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ સિવાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ એપ્રિલની શરૂઆતથી જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે (4 મે) રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. રાજ્યમાં 4 મે, ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ કેટલીક જગ્યાએ હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. રાજ્યના ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 3200 મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા અને કરા પણ પડી શકે છે. વિભાગમાં આ વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને જોતા કેદારનાથ યાત્રા 5 મે સુધી રોકી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં પણ વિભાગે ઘણી જગ્યાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવાર (4 મે)ના રોજ વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાશે. વિભાગે ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં પણ વિજળીના ચમકારા, ભારે પવન સાથે કરા પડવાની સંભાવના છે. રાજ્યના બિકાનેર, જયપુર, કોટા, અજમેર, ભરતપુર વિભાગના કેટલાક ભાગોમાં વાવાઝોડાની ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Embed widget