Arvind Kejriwal: ગુજરાતના સફાઈકર્મી સાથે કેજરીવાલે લીધુ ભોજન, મહેમાનગતિ જોઈ હર્ષ સોલંકીની આંખમાં આવ્યા આંસુ
Harsh Solanki Lunch with Arvind Kejriwal: આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરના રહેવાસી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે હવાઈ માર્ગથી આજે દિલ્હી પહોંચ્યા હતા.
Harsh Solanki Lunch with Arvind Kejriwal: આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરના રહેવાસી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે હવાઈ માર્ગથી આજે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા તેમના પરિવાર અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સાથે બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી.
ઐતિહાસિક ક્ષણ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 26, 2022
ગુજરાતના સફાઈ કામદાર અને દલિત યુવાન હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હી મુખ્યમંત્રીશ્રી @ArvindKejriwal તથા તેમના પરિવાર સાથે મુખ્યમંત્રી નિવાસે ભોજન ગ્રહણ કર્યું. pic.twitter.com/M0Ajf0cZSf
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના હર્ષ સોલંકી અને તેમના પરિવારે દિલ્હીના સીએમ હાઉસ ખાતે ભોજન લીધું હતું. એ સમય રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ જ તો છે આમ આદમી પાર્ટીની ઓળખ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 26, 2022
આમ આદમી પાર્ટી દેશના પ્રત્યેક આમ આદમી માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે. અત્યાર સુધી આપણે જોયું છે કે નેતા લોકોના ઘરે વૉટ મંગાવા જતા હતા, પરંતુ આજે ખુદ એક મુખ્યમંત્રીએ સફાઈ કામદાર એવા દલિત યુવાન હર્ષ સોલંકી તથા એમના પરિવારને પોતાના ઘરે જમાડ્યા. pic.twitter.com/IXtfbYRJLO
નિકોલમાં આઉટસોર્સિંગ કર્મચારી સાથે કેજરીવાલનો સંવાદ
અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે સંવાદ કર્યો હતો. અમદાવાદમાં આઉટસોર્સીસ કર્મચારી સાથે કેજરીવાલે સંવાદ યોજ્યો હતો. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, હું વિકાસની વાતો કરુ છું ને ભાજપના લોકો મને ગાળો દે છે. અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.
કેજરીવાલની મોટી જાહેરાતઃ 80 ટકા પ્રાઇવેટ નોકરી ગુજરાતના લોકો માટે આરક્ષિત રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. આજે કેજરીવાલે કહ્યું, યુવાઓએ રોવું નહીં, લડવું જોઈએ. ભગતસિંહે આવા ભારત માટે શહીદી નહોતી વહોરી. કોંગ્રેસ તો ભજપથી પણ ખરાબ, હવે ઓપશનની મજબૂરી નથી, રોજગાર મળશે.
ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છેઃ કેજરીવાલ
પંજાબનો એક મંત્રી કોઈની પાસે પૈસા માંગતો હતો, તેને હટાવી દેવાયો. ગુજરાતના પૈસા સ્વિસ બેંકમાં જમા થાય છે. અમે 10 લાખ નોકરી આપીશું, ગુજરાતમાં શિક્ષકોની ભારે અછત છે. નવી શાળાઓ અને સ્ટાફની ભરતી કરવી પડશે.
ગુજરાતમાં ગોટાળા થાય ને ભાજપવાળા મનીષ સિસોદિયાને ત્યાં રેડ કરેઃ કેજરીવાલ
ગુજરાતમાં 20 હજાર મહોલ્લા ક્લિનિક ખોલવા પડશે. તેમાં 05 નોકરી ગણતા 01 લાખ નોકરી તો અહીં સર્જાશે. ગુજરાતમાં 21 પેપર લીક, 31 પેપર ઘોટાળા થયા અને ભાજપ વાળા મનીષ સિસોદિયાના ત્યાં રેડ કરે છે. હવે ભાજપનું પેપર ફોડવાનો વારો છે. ભાજપના લોકો જ પેપર ફોડે છે, ભાજપનો કોઈ નેતા પેપર ફોડમાં જેલમાં નથી ગયો. અમે આ તમામની તપાસ કરી ગુન્હેગારોને જેલમાં મોકલીશું. નવા કાયદામાં 10 વર્ષની જેલની જોગવાઈ હશે.