શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા 9 શહેરોમાં ગરમીનો પારો 38ને પાર પહોંચ્યો, ગરમીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
ગુજરાતમાં પ્રવર્તતા ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ પવનોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી છે જ્યારે ચાર શહેરોમાં 40 ડિગ્રી પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં
અમદાવાદ. ગુજરાતમાં પ્રવર્તતા ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ગરમ પવનોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રી છે જ્યારે ચાર શહેરોમાં 40 ડિગ્રી પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાં ભુજ 40.5 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસમાં રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
અમદાવાદનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.2 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે અમદાવાદમાં સવારનાં 10 વાગ્યા બાદ ગરમીનું જોર વધી ગયું હતું. તેમજ બપોરનાં સમયે લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ગરમીનું જોર મોડી સાંજ સુધી ચાલુ રહેતાં લોકોએ ગરમીની સાથે બફારાનો પણ અનુભવ કર્યો હતો. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો અંદાજે 2 ડિગ્રી વધીને 40.0 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉત્તરથી ઉત્તર-પૂર્વનાં ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 36થી 40 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે જ્યારે લઘુતમ તાપમાન 19થી 24 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં 40.5 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ અને 19.8 ડિગ્રી સાથે કેશોદમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું જોર વધવાની શક્યતા છે.
ભુજ - 40.5, રાજકોટ - 40.3, કંડલા પોર્ટ- 40.1, અમરેલી - 40.0, સુરેન્દ્રનગર - 39.8, કંડલા એરપોર્ટ - 39.6, ડીસા - 39.4, ગાંધીનગર - 39.2, સુરત - 39.2, કેશોદ - 39.4, વડોદરા - 39.0, અમદાવાદ - 38.9 અને નલિયા - 38.0 ડિગ્રી પારો નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement