બનાસકાંઠા જિલ્લામાં માવઠું, ચિત્રાસણીમાં રાત્રે 12 વાગ્યાથી સતત વરસાદ, જાણો શું છે સ્થિતિ
સમગ્ર રાજ્યમાં આજે સવારથી વાતાવરમાં પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી સવારથી કાળા ડિબાંગ વાદળો અને ભારે પવનની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ઉનાળું પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બનાસકાંઠા:સમગ્ર રાજ્યમાં આજે સવારથી વાતાવરમાં પલટો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી સવારથી કાળા ડિબાંગ વાદળો અને ભારે પવનની વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ઉનાળું પાક લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આજે સવારથી જ બનાસકાંઠાના પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કાંકરેજ અને દાંતીવાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ચિત્રાસણીમાં ગત રાત્રે 12 વાગ્યાથી કરા સાથે વરસાદ વરસતાં ખેતરો પાણી પાણી થઇ જતાં ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે. ચિત્રાસણીમાં રાત્રે 12 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના ગલેબાજરી સહિતના ઉનાળું પાકને નુકસાન ભીતિ સેવાઇ રહી છે.
Vadodara Rain: વડોદરા શહેરમાં સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
Vadodara Rain:સમગ્ર ગુજરાતમાં સવારથી જ ચોમાસા પહેલા ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વહેલી સવારેથી ગાજવીજ સાથે વરસાદ પડતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે.
વડોદરામાં સવારથી ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું. ખાસ કરીને સવારે ઓફિસ જતાં લોકો માટે વરસાદ વિધ્નરૂપ બન્યો હતો. વડોદરા જિલ્લામાં પણ સવારથી કાળા ડિબાંગ કાળા વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ફતેગંજ વાઘોડિયા સહિતનના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ફતેહગંજ વિસ્તારમાં વોટર લોગીન ની સમસ્યા જોવા મળી અને સેફ્રોન ટાવર પાસે રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં એક વરસાદે આટલું પાણી ભરાઇ જતાં કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી ગઇ છે.
ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં હોર્ડિગ્સ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. સમા હરણી ના મુખ્ય રોડ ઉપર એક વિશાળ હોર્ડિંસ ધરાશાયી થયું છે. 100 ફૂટ પહોળું 150 ફૂટ ઊંચું મહાકાય હોર્ડિંગ નીચે પડતા થોડા સમય માટે લોકોની નાશભાગ મચી ગઇ હતી.
વડોદરાના વાઘોડિયામા વહેલી સવારે કાળા ડિંબાગ વાદળો ઘેરાતા ચારેકોર ઘોર અંઘકાર છવાઇ ગયો હતો. વાદળોના કારણે વિજીબીલીટી ઘટી જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વરસાદ વરસતાં વૃક્ષો ધરાશાયી થયા છે અને વાઘાડિયા વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઇ હતી,રવાલ, વાઘોડિયા, આજવા, રસુલાબાદ, કોટંબી, ગોરજ, વ્યારા સહિતના વિસ્તારોમા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે.
ડભોઇ કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ઉપરાંત ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. સાઠોદ, ચનવાળા, સિતપુર, ધર્મપુરી સહિત ગામોમાં વરસાદ પડ્યો. ખેડૂતોના માથે ફરી એક વાર કમોસમી વરસાદનો કહેર વરસતાં ખેડૂતોની માઠી સ્થિતિ થઇ છે. ખાસ કરીને ઉનાળાના પાકને લઇને ખેડૂતો ચિંતિત છે.