ગુજરાતના કયાં જિલ્લામાં પડ્યો ભારે વરસાદ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રવિવારે એટલે કે રક્ષાબંધનના દિવસે ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં રવિવારે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
Weather update:હવામાન વિભાગે રવિવારે એટલે કે રક્ષાબંધનના દિવસે ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં રવિવારે 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે રવિવારે ભારે વરસાદની આગાહી કરી હતી. લાંબી પ્રતિક્ષા બાદ આખરે ગુજરાતમાં મોનસૂન સિસ્ટમ સક્રિય ગુજરાતના કેટલાક જિલ્લામાં રવિવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ધરતીપુત્રો ખુશ ખુશાલ થઇ ગયા હતા. રવિવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા 5 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં . અરવ્વલી, મહીસાગર, નવસારી, વલસાડ, અમરેલી,ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદના કારણે આ દરેક જિલ્લાના જળાશયોમા નવા નીરની આવક થઇ છે. વરસાદના કારણે ગામ્ય વિસ્તારના ચેકડેમો છલકાયા છે. અમેરિલા લીલિયામાં મેઘરાજા મન મુકીને વરસતાં નદીઓમાં ઘોડા પુર આવ્યું છે. અમરેલી શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
લાંબા સમય બાદ રાજ્યના 6 જિલ્લામાં મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થતાં આખરે વરસાદની રાહ જોતા ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે. ઉલ્લેખનિય છે કે વાવણી બાદ લાંબા સમયથી વરસાદ ન મળતાં પાક બળી જવાની ભિતિ સેવાઇ રહી હતી. જો કે ફરી મેહુલિયાનું આગમન થતાં પાકને હાલ તો જીવતદાન મળી ગયું છે.
રાજ્યમાં ક્યાં જિલ્લામાં ક્યારે થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 24 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી સોરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, કચ્છ, દમણ તથા દાદરના નગર હવેલી, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
22 અને 24 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી,. ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો તાપી, ડાંગ, વલસાડ, સુરત, માં પણ આ બે દિવસ વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22થી 26 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, , ગીર સોમનાથમાં મેઘના મંડાણ થયા છે. 26 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.42% વરસાદ નોંધાયો છે.